*રાયખડ ખાતે વિનામૂલ્યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન*
રાયખડ ખાતે શાહેઆલમ હોટલની સામે તા.૩૦-૮-૨૦૨૨ મંગળવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અમદાવાદના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ અને હોમિયોપથી દવાખાનું જમાલપુર દ્વારા કેમ્પના આયોજક અને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી ની આગેવાનીમાં વિનામૂલ્યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૦૦ થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. દર્દીઓને દવાઓ, ગોળીઓ તથા ઉકાળો આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સરકારી આયુષ દવાખાનાના વૈધ, ડોક્ટરો અને સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા મહેમૂદભાઈ દૂધવાલા (એકતા), ગનીભાઇ દિવાન, યુનુસ એજાઝભાઈ,સીમા શેખ, પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર અઝરાબેન કાદરી, જાવેદ સાકીવાલા, ફારૂક સાયકલ વાળા, નજીરભાઈ શેખ, બાબાભાઈ સૈયદ,બાબુભાઈ શેખ, અબ્દુલ્લા ભાઈ, જુનેદબાવા, મિલન વાઘેલા, ભરતભાઈ વગેરેએ સહયોગ પૂરો પાડ્યો હતો.