પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર તાલુકાના સજવા ગામે રહેતા શિવનાથ તેરીયાભાઈ રાઠવા થા તેમના પત્ની તારાબેન રાઠવા તેમજ ગામના બીજા અન્ય લોકો સાથે તારીખ ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં ફળિયામાં ભાથીજી મંદિર પાસે ગણપતિ સ્થાપના કરેલી ત્યાં દર્શન માટે ગયેલા હતા આરતી પૂર્ણ થતા તારાબેન પ્રસાદ લઈને ઘરે જવાનું કહી ત્યાંથી નીકળયા હતા અને શિવનાથ ભાઈ તેરીયા ભાઈ ત્યાં ગણપતિ સ્થાપના સ્થળે હાજર રહ્યા હતા ત્યાં થોડા જ સમયમાં ફળિયામાં રહેતા સોનાબેન ની દીકરી શિવનાથ ભાઈ તેરયા ભાઈ પાસે આવીને કહ્યું કે 'તારા માસી' ને કોઈએ ખૂબ મારેલ છે શિવનાથ ભાઈને ખબર પડતા તેઓ તુરંત જ ત્યાં દોડી પડ્યા ત્યાં જઈને જોયું તો તેમના પત્ની નામે તારાબેન જમીન પર પડેલા હતા તેમને પૂછતા જણાવ્યું કે હું ઘરે જતી હતી ત્યારે આપણા મનમોજી ફળિયાના નાયકાભાઈ છગનભાઈ તડવી અને તેને દીકરી દેવીલા બેન જગુભાઈ તડવી અને દેવીલાબેન નો છોકરો ઘનશ્યામ બધા ભેગા મળીને કોઈ પણ કારણ વગર માથાના વાળ પકડી અને લાકડીઓ વડે માર મારતા તેઓ જમીન પર પડી ગયા હતા ત્યાં તાત્કાલિક તમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ બોડેલી ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ બનાવ ને પગલે સજવા ગામે રહેતા શિવનાથ ભાઈ એ મનમોજી ફળિયામાં રહેતા નાયકાભાઈ છગનભાઈ તડવી અને તેમની દીકરી દેવીલાબેન જગુભાઈ તડવી અને દેવીલાબેન નાં છોકરા ઘનશ્યામ વિરુધ્ધ કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, કરાલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.