જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |