તાલુકો : ઝાલોદ 

જિલ્લો : દાહોદ 

રિપોર્ટર અફજલ ફકીરા 

ઝાલોદ તાલુકામાં ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતી ગાડી મુદ્દામાલ સાથે ઝડપતી ઝાલોદ પોલીસ 

૩,૬૭,૬૦૦ નો મુદ્દામાલ પકડાયો

ઝાલોદ પોલીસ તારીખ ૦૨-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૦વાગ્યાની આસપાસ સાંપોઇ બાજુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે બાજરવાડા ગામ તરફથી બાતમી મળેલ ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરેલ, પોલીસને જોઈ બે ઇસમો ગાડી દૂર ઉભી રાખી અંધારાનો લાભ લઈ નાશી છુટેલ હતા ,પોલિસ દ્વારા નાશી છુટેલ ઈસમોને દૂરથી ઓળખી ગયેલ હતી ત્યાર બાદ ગાડીની પાસે પોલિસ દ્વારા આવી તપાસ કરતા ગાડીની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર લખેલ જણાતો હતો નહીં ત્યાર બાદ ગાડી પોલીસ સ્ટેશનમાં લાવતા ભારતીય બનાવટની ઈંગ્લિશ દારુ તથા બીયરની ૨૯ પેટીયો મળી આવેલ હતી તેમાં કુલ ૧,૧૭,૬૦૦ રૂપિયાનો દારૂનો જથ્થો તથા ૨,૫૦,૦૦૦ આઈ ટુવેન્ટી ગાડીbઆમ મળી કુલ ૩,૬૭,૬૦૦ નો મુદ્દામાલ જડપી પાડવામાં ઝાલોદ પોલીસને સફળતા મળેલ છે અને ઓળખાણમાં આવેલ ઇસમો પર તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.