હાલમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી સ્કીન ડીસીઝ (LSD) ની વધતી જતી તીવ્રતાને ધ્યાને રાખતાં અસરગ્રસ્ત પશુઓમાં સારવાર, આઈસોલેશન, વેકસીનેશન તેમજ આનુષાંગિક કામગીરી કરી રાજયનું પશુધન સુરક્ષિત કરવુ રાજયના પશુપાલકોના હિતમાં હોય અને આ કામગીરી ખુબ જ વ્યવસ્થિત અને પ્રભાવી રીતે કરવા માટે રાજય સરકાર તેમજ જિલ્લા કક્ષાએ સંકલન તેમજ મોનીટરીંગ તંત્ર સ્થાપવુ જાહેર હિતમાં આવશ્યક જણાનુ હોઈ ખેડા જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ (SD) રોગચાળાના નિયંત્રણ માટે અને બચાવની કામગીરી માટે પશુઓના પરિવહન સ્થળાંતર પર પ્રતિબંધ મુકવા અંગે નાયબ પશુપાલન નિયામકશ્રી, ખેડા જિલ્લા પંચાયતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
તા.૦૪/૦૮/૨૦૨૨ થી ના.૩૧/૦૮/૨૦૨૨ સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ.પરંતુ તા.૦૨/૦૯/૨૦૨૨ ના લમ્પી સ્કીન ડીસીઝ (LSD) ના રીપોર્ટ મુજબ ખેડા જિલ્લામાં રોજે રોજ એકટીવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળેલ હોઈ જાહેરનામની અવધિ લંબાવવામાં આવી છે.
અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલને મળેલ સત્તાની રૂએ ખેડા જિલ્લાની હદમાં નીચે મુજબના નિર્દેશોનુ પાલન કરવા ફરમાવામાં આવે છે.
(૧) અન્ય રાજયો /જિલ્લા/તાલુકામાંથી કે એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ મુકવામાં આવે છે.
(૨) પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજન ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
(૩) કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મળદાને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
(૪) આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ વિગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતુ હોય તેવા જાનવરોને એકમેકથી છૂટા રાખવા તથા તે મુજબ તેમની વ્યવસ્થા કરવી.
પ્રતિબંધિત વિસ્તાર- સમગ્ર ખેડા જિલ્લાની હુકમત હેઠળનો વિસ્તાર
તા.૦૩/૦૯|૨૦૨૨ થી તા.૩૦/૦૯/૨૦૨૨ સુધી (બંને દિવસો સુધ્ધાંત) આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.