દૂદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર બુધવારના રોજથી ધામઘૂમથી પ્રારંભ થયો છે. વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તૈયાર કરાવવામાં આવી છે ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. વિવિધ શેરી મહોલ્લાઆમાં પણ ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ સિહોરના બાહુબલી ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવનું સવિશેષ આયોજન કરાયું છે કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી ગણેશોત્સવને લઈને અલગ અલગ મંડળો દ્વારા મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્ચારે સિહોરના પ્રગટેશ્વર રોડ પર આવેલ બાહુબલી ગ્રૂપના સૌથી શ્રીમંત ગણપતિને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીને 1.5 ચાંદીથી મઢેલા દાંત અને પગને ખાસ દાગીનાનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ બાબુબલી ગ્રૂપ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુઆ વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું છે અહીં ભવ્ય મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં 1.5 કિલ્લોના ચાંદીના દાગીના ગણપતિને પહેરાવાયા છે જેમા દાંત અને પગમાં ચાંદીનો શણગાર કરાયો છે જે વિશેષ આકર્ષણ જમાવી રહ્યુંછે