ભારત ના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. તા. ૦૪-૦૯-૨૦૨૨ રવિવાર ના ખાસ ઝુંબેશ ના દિવસે દાહોદ જિલ્લા માં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગ માં આવેલ કુલ ૧૬૬૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારી ઓ ઉપસ્થિત રહી, તા.૦૧ / ૧૦ / ૨૦૨૨ ની સ્થિતિ એ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારો ના નામની નોંધણી કરશે. 

ઉપરાંત આ કાર્યક્રમમાં મતદારયાદી માં નામ માં સુધારા, નામ કમી કરાવી શકશે. વધુમાં વધુ ૧૮ વર્ષ થી વધુ વયના પાત્રતા ધરાવતા યુવકો-યુવતી ઓ નોંધણી કરાવે તે માટે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એ નાગરિકોને અપીલ કરી છે.

આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા નામ માં સુધારો અથવા નામ કમી માટે ફોર્મ ઓન લાઇન પ્લેટફોર્મ થી પણ ભરી શકાશે. આ પ્લેટ ફોર્મ્સ જેમાં www.nvsp.in, www.voterportal.eci.gov.in, Voter Helpline Mobile App (Android / los), GARUDA APP (BLO મારફત) ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે.