પાટડીના જૈનાબાદ રૂસ્તમગઢ રોડ પર રાજકોટની આંખની હોસ્પિટલની એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. જેથી ડ્રાઈવર અને કંડકટરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સ માંથી કંડકટર અને ચાલકને જે.સી.બી.ની મદદ લઈને બહાર કાઢવામાં આવ્યાં હતા. ડ્રાઈવરના જણાવ્યાં મુજબ એક બાઇક ચાલક અચાનક પુરઝડપે ડ્રાઇવિંગ કરી આડો ઉતરતા તેને બચાવવા જતા એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી.દસાડા તાલુકાના જૈનાબાદ પાસે એક એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી. જેમાં રાજકોટ ખાતે આવેલ આંખની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને મૂકીને પરત ફરી રહી હતી, તે અરસામાં રૂસ્તમગઢ જૈનાબાદ પાસે અચાનક એક બાઇક ચાલક આડો ઉતારતા તેને બચાવવા જતા ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એમ્બ્યુલન્સ રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.જેમાં કંડકટરને જે.સી.બી મારફત બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી. ડ્રાઇવરને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, ત્યારે આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યાં હતા.