5 G ની વાતો વચ્ચે તાલુકાનાં પણ નેટની કનેક્ટિવિટી ખોરવાઈ જતી હોય અરજદારોના કામો ટલ્લે ચડી રહ્યા છે. અરજદારોના મહત્વના કામો સમયસર ન થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે, સિહોરની સરકારી કચેરીઓમાં વિવિધ સેવામાં ઈન્ટરનેટ કનેકટીવીટીની અત્યત આવશ્યકતા હોય તો જ તેની ઓનલાઈન સેવાઓ અરજદારને મળે છે. આ સેવાઓ મેળવવા માટે પ્રતિદિનિ સરકારી કચેરીમાં સમગ્ર તાલુકામાંથી દૂર દુરથી અસંખ્ય ગ્રામજનો ખાનગી અને સરકારી વાહનોમાં આવતા હોય છે. જેઓને આ રોજીદી અને રિરદર્દ સમાન સમસ્યાના કારણે કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમયસર ખોઢીપો કામ થતુ નથી અને તેઓને ખોટીપો વેઠવો પડે છે તેવુ અરજદારો આક્રોશભેર કહી રહ્યા છે. આ સેવા કેન્દ્રમાં ઓપરેટર ખાનગી કંપનીના હોય છે જેઓ અરજદારોના કામ તાત્કાલીક કરવામાં ઢીલ કરતા હોય તેમજ અમુક ઓપરેટર કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય જેથી કામમાં પણ વાર લાગતી હોય તેવુ અરજદારોનું કહેવુ છે. નેટ કનેકટીવીટીના વાંકે અરજદારોના કામો ટલ્લે ચડી રહ્યા હોય લોકોમાં રોષ વ્યાપેલ છે. ડિજિટલ ઇન્ડિયા અને ગતિશીલ ગુજરાત ની વાતો કરતી સરકારની કચેરીઓમાં જ વાઇફાઇ બંધ થતાં સરકારી યોજનાઓ સહિત ની કામગીરી ઠપ થઈ ગઈ છે અહીં સ્થિતિ એટલી હદે ખરાબ છે કે સિહોર એસ ટી વિભાગમાં તો ટિકિટ બારી એ બુકિંગ પણ થતુંનથી વિચારો લોકોને કેટલી હદે હેરાનગતિ હજ્ઞે મોદી સાહેબના ડ્રિમ પ્રોજેકટ હેઠળ 4000 ગામડાઓને વાઇકાઇ આપવાની સુવિધાઓ શ૩ થઇ રહી છે જેની વચ્ચે સિંહોરના સરકારી હેકાણાઓની હાલત ગામડાઓ કરતા ખરાબ બની છે : નેટની કનેક્ટિવિટીએ લોકોને હેરાન કરી દીધા છે : કલાકો સુધી લાઇનમાં ઉભા રહા બાદ પણ અરજદારોના કામ ટલ્લે ચડી રહા છે