પૂ.ઘનશ્યામપ્રકાસદાસજી સ્વામીજીના ૬૪ માં જન્મદિવસે ૬૪ ફૂટ ના હાર ભક્તોએ પહેરાવ્યા
બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે તારીખ :- ૨૬-૭-૨૦૨૨,મંગળવારના રોજ પ.પુ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીનો ૬૪ માં જન્મદિનની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી હતી.આ ઉત્સવ નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.જેમ કે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી ઠાકોરજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું.લોયાધામની વિવિધ શાખાઓમાં ધૂન,મહામંત્ર યાગ,દાનવત,મંત્રજપ વગેરે ભજનની આહુતિઓ અપાઈ હતી અને સ્વામીજીના વર્ષ અનુસાર ૬૪ ફૂટ ના હાર ભક્તોએ પહેરાવ્યા હતા.શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના સંતોએ પૂજ્યપાદ ગુરુજીને જન્મદિવસની બધાઈ આપતા સુંદર પ્રવચનો કર્યા હતા. ૫.પૂ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વચન આપતા જણાવ્યું કે આપણે તન,મન અને ધનથી ભગવાનના પ્રસાદીભૂત આ લોયાધામની સેવા કરીએ એ જ સાચી બર્થડે ની ઉજવણી છે.
આ પ્રસંગે ગઢપુર મંદિરના માજી ચેરમેન શા.શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામી અને પુ.ધર્મવિહારીદાસજી સ્વામી અને પુ.વિશ્વજીવનદાસજી સ્વામી અને પુ.ભગવતજીવનદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.યુટુબ અને ઝૂમ ના માધ્યમથી દેશ-વિદેશના લાખો હરિભક્તોએ આ પ્રસંગને માણ્યો હતો.અંતે શાસ્ત્રીજી સ્વામીનું હૃદયના ભાવ સાથે પૂજન કરી મહાપ્રસાદ લઇ સહુ હરિભક્તો છુટા પડ્યા હતા.