મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની વસ્તુઓમાં કરાતી ભેળસેળ અને નબળી ગુણવત્તાનો માલ વેચવા બદલ ચકાસણી અને સેમ્પલ ફેઇલ જાય તો કાયદેસર કાર્યવાહીની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. તાજેતરમાં લેવાયેલા શુધ્ધ ઘી લુઝ અને બ્રાન્ડેડ ગાયના ઘીના બે નમુના ફેઇલ થયા છે. તો દૂધ, કેન્ડી તથા માર્ગેરીન મળી કુલ પાંચ નમુના ફેઇલ જતા જિલ્લા તંત્રમાં કેસ મુકવા તજવીજ શરૂ કરાઇ છે. શહેરના મંગળા મેઇન રોડ પર મનહર પ્લોટ શેરી નં.6ના ખુણે આવેલ મે.પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસ પેઢીમાંથી ઘીનો નમુનો ત્રીજી વખત ફેઇલ ગયો છે. ડેઝી. ઓફિસર અમિત પંચાલે આ અંગે જણાવ્યું હતું કે આ પેઢીમાંથી થોડા સમય પહેલા શુધ્ધ ઘી લુઝનો નમુનો લેવાયો હતો. જેના રીપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલના તેલની ભેળસેળ હોવાનું જાહેર થયું છે. વર્ષમાં ત્રીજી વખત આ પેઢીનો ઘીનો નમુનો ફેઇલ જતા હવે ફૂડ લાયસન્સ રદ કરવા પણ કાર્યવાહી કરવામાં આવશે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं