: જામનગર રોડ પર ઘંટેશ્વરમાં રહેતો કોન્ટ્રાક્ટર રાજકોટથી ઇકો ગાડીમાં મજૂરોને બેસાડી વાગુદડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અવધના ઢાળિયા પાસે બે વાહનમાં ધસી આવેલા બે શખ્સો તેની પાસેથી ઇકો કારની લૂંટ ચલાવી ગયા હતા.બનાવના પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી લૂંટનો ગુનો નોંધ્યો છે.બનાવની વિગતો અનુસાર,ઘંટેશ્વરમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનું કામ કરનાર યોગેશભાઈ રાજુભાઈ ઘેડીયાત નામનો યુવાન આજે સવારના રાજકોટથી મજૂરોને લઈ વાગુદડ તરફ જઈ રહ્યો હતો

ત્યારે અવધના ઢાળિયા પાસે બે શખ્સોએ વાહન આડું રાખી તેમની ઇકો કારને અટકાવી હતી.બાદમાં તેની ચાવી કાઢી લઈ ધાક ધમકી આપી આ ઇકો કાર પડાવી લીધી હતી.લૂંટની આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો.આ મામલે પોલીસે યોગેશ ઘેડીયાતની ફરિયાદ પરથી રૂ.3.5 લાખની ઇકો કારની લૂંટ ચલાવવા અંગે બે શખસો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ વિગતો મુજબ,આ ઇકો કાર પર પીપળીયા ગામે રહેતા જયેશભાઈ દેવાયતભાઈ મૈયડની હોવાનું માલુમ પડ્યું છે અને તેમના કામ સબબ ફરિયાદી યોગેશભાઈ ઇકો કાર લઇ વાગુદળ જઈ રહ્યા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं