મોબાઈલ-વાહનમાં નંબર લેવાની ઘેલછા લોકોમાં કેટલા હદે વ્યાપેલી જોવા મળે છે તે વાત કોઈ રીતે નવી નથી. ખાસ કરીને રાજકોટમાં ગોલ્ડન નંબર મતલબ કે 1, 7, 9, 8 સહિતના નંબરો લેવા માટે લોકો જેટલી વાહનની કિંમત હોય છે તેના કરતાં દોઢ ગણા અથવા તો બે ગણા પૈસા ખર્ચી નાખતા હોય છે. દરમિયાન આવું જ કંઈક અત્યારે ફોર-વ્હીલર માટે ખુલનારી નંબરોની સિરીઝ માટે જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ નવી ઈકો ખરીદનાર માલિકે 1111 નંબર માટે 45 લાખ 45 હજાર રૂપિયાનું આરટીઓમાં બીડિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરટીઓ દ્વારા ફોર-વ્હીલર માટે જીજે03એમએલ સિરીઝ ખોલવામાં આવી છે અને તેમાં ચાર આંકડાના ગોલ્ડન નંબર માટેનું બીડિંગ મંગાવવામાં આવ્યું છે. આ અંતર્ગત જીજે03એમએલ-1111 નંબર માટે ઈકો કાર માટે 45.45 લાખ રૂપિયાનું બીડિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે સાચે જ આ કારના માલિક દ્વારા નંબર માટે બીડિંગ કરવામાં આવ્યું છે કે પછી કોઈને ‘નડવા’ માટે તે સો મણનો સવાલ છે. સૂત્રોએ જણાવ્યું કે બીડિંગ ભલે થયું પરંતુ જો આ કારના માલિકને નંબર લાગી જશે તો પણ તે લેવા આવે તેવી શક્યતા બહુ ઓછી છે. આ જ રીતે અન્ય નંબરો માટે બીડિંગ કરવામાં આવ્યું છે