દેશના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવશે. ત્યારે કુરંગા પ્રા. શાળાના શિક્ષકો અને બાળકો પણ આ અભિયાનમાં જોડાવવા માટે ઉત્સુક છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શાળાના આચાર્યાશ્રી તન્વીબેન કાસુન્દ્રાએ જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કર્યું છે. જેમાં રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, દુકાનો, રેલ્વે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, સરકારી કર્મચારીઓ અને દરેક નાગરીક પોતાના ઘર ઉપર ફરકાવશે. ત્યારે કુરંગા પ્રા. શાળાના શિક્ષકો અને છાત્રો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાશે.
વધુમાં આચાર્યાશ્રીએ જણાવ્યું કે, આપણા રાષ્ટ્રધ્વજનું શું મહત્વ છે. અને દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓનો સંઘર્ષ આજની પેઢીએ જાણવો જરૂરી છે. રાષ્ટ્ર ધ્વજની ગરિમા જળવાઈ રહે તે અંગે બાળકોને માહિતગાર પણ કરવામાં આવશે.