બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એચ. એમ. વ્યાસ ની ટીમ, મિલકત સબંધી ગુન્હાઓ
શોધી કાઢવા તેમજ અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ
શોધવા કાર્યરત હતા.
આ કાર્યવાહી દરમ્યાન મળેલ હકીકત મુજબ
અમરાઇવાડી પો.સ્ટે. પાર્ટ
એ’’ ફરીયાદ નં. ૧૧૧૯૧૦૦૪૨૨૦૧૬૧/૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪
મુજબના ગુન્હાના આરોપી, ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકીયો સન/ઓફ શ્રવણજી ડાભી
(ઝંડાવાળા) ઉ.વ.૨૨ રહે, નહેરુનગરના છાપરા, માયા સિનેમા પાછળ, સરદારનગર,
અમદાવાદ શહેરને તા. ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ સરદારનગર “જી” વોર્ડ એ.એમ.ટી.
એસ. બસ સ્ટોપ પાસે જાહેરમાંથી ઝડપી પાડવામાં આવેલ છે.
આરોપી આશરે પાંચેક માસ પહેલા તેના માસા ભીમાભાઇ શાંતિલાલ રાઠોડ
રહે, નહેરુનગરના છાપરા, સરદારનગર અમદાવાદ તથા અજય @ અર્જુન શાંતિલાલ
રાઠોડ રહે, સદર નાએ મળી ભીમાભાઇ રાઠોડની C.N.G. ઓટો રીક્ષા લઇ અમરાઇવાડી
અંબિકા રોડ પર આવેલ એક સોસાયટી આગળ સવારના આશરે અગિયાર વાગ્યાના સુમારે
એક બહેનને સરનામુ પુછવાના બહાને રોકી વાતચીત કરી રુ.૫૦૦ ના દરની નોટનુ ખોટુ
બંડલ બતાવી વિશ્વાશમાં લઇ સોનાની ચેઇન લઇ નાસી ગયેલ હતા.
આરોપી, મુંબઇ તુલીંજ પો.સ્ટે., ફરીયાદ નં. ૨૨૨/૨૨ ઇ.પી.કો. કલમ
૪૨૦, ૩૪ મુજબના ગુન્હામાં નાસતો ફરે છે.
તેમજ આરોપી તથા સાથીદારોએ અમદાવાદ શહેર વિસ્તાર ચાંદલોડિયા,
સરદારનગર, ઘાટલોડિયા, નારોલ, નિકોલ, સોલા ભાગવત વિસ્તારમાં રસ્તે જતી
સ્ત્રીઓને તથા ભાઇઓને સરનામુ પુછવાના બહાને ઉપરોક્ત એમ.ઓ.થી આશરે દસેક
ગુન્હાઓ આચરેલ છે.