રાજુલા ટાઉન બસ સ્ટેશન પાસેથી ’’ જલારામ ટ્રાવેલ્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮ તથા બિયર ટીન નંગ-૪૦ તથા ટ્રાવેલ્સ મળી કુલ કિ.રૂ.૫,૦૩,૮૭૦/-ના મુદામાલ સાથે બસના ડ્રાઇવર તથા કંડકટરની ધરપકડ કરતી રાજુલા સર્વેલન્સ ટીમ*

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 💫 મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ,  જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા રોહીતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ તથા ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલનાઓએ પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ટાઉન એસ.ટી બસ સ્ટેશન પાસેથી ’’જલારામ ટ્રાવેલ્સ’’ નામની બસમાંથી બસના ચાલક તથા કંડકટરને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંન્ડની બોટલો તથા બિયર ટીન સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે. 

💫 *પકડાયેલ આરોપીઓની વિગત*-

(૧) જીતેન્દ્રભાઇ પ્રકાશભાઇ કોષ્ટી (મરાઠી) ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમદાવાદ વસ્ત્રાલ,દેવનંદન સોસા. સુપ્રિમ ફલેટ,રામોલ ટોલટેક્ષ પહેલા,રીંગ રોડ ટચ,બાપા સીતારામ ચોક જિ.અમદાવાદ

(૨) દિનેશકુમાર શંકરભાઇ બામણીયા (મારવાડી) ઉ.વ.૩૪ ધંધો.કંડકટર રહે.મોટાગામ જિ.બાંસવાડા (રાજસ્થાન)

બન્ને આરોપીઓને નામદાર  કોર્ટમા રજુ કરતા આરોપીઓના દિન-૦૨ ના રીમાન્ડ મળેલ છે

💫 *પકડાયેલ મુદામાલ*

(૧) ભારતીય બનાવટના ROYAL STAG CLASSIC WHISKY ની ૭૫૦ મી.લી ની બોટલ નંગ-૩ કિ.રૂ.૯૦૦/-

(૨) IMPERIAL BLUE ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૫ કિ.રૂ.૬૭૫/-

(૩) KING FISHER STRONG PREMIUM BEER ૫૦૦ મી.લી.ના ટીન નંગ-૪૦ કિ.રૂ.૨,૮૦૦/-

(૪) ’’શ્રી જલારામ ટ્રાવેલ્સ ’’ બસ નં. GJ-01-DZ-9717 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી