અમદાવાદમાં સૌથી વધુ 400 કેસ આવ્યા

વડોદરામાં 152 અને સુરતમાં 116 કેસ પોઝીટીવ આવ્યા

રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો થતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું

 ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રોજ નવા પોઝિટિવ કેસ અગાઉના દિવસના રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે આજે ફરીથી કોરોના સંક્રમિતોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ચૂકી છે. આજરોજ રાજ્યમાં 1128 જેટલા કોરોનાના પોઝીટીવ કેસ આવ્યા હતા.

અમદાવાદમાં ૩ દર્દીઓનું મૃત્યુ

 મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ 400 કેસ આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં એક માત્ર અમદાવાદમાં ૩ દર્દીઓનું કોવીડને કારણે મૃત્યુ થયું હતું. અમદાવાદ બાદ રાજ્યમાં સૌથી વધુ પોઝીટીવ કેસ વડોદરામાં આવ્યા હતા. વડોદરામાં 152 કોરોના કેસ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. આ ઉપરાંત સુરતમાં 116 જેટલા પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.

902 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી

આજ રોજ મહેસાણામાં 79 પોઝીટીવ કેસ, ગાંધીનગરમાં 86, કચ્છમાં 37 કેસ, રાજકોટમાં 51, ભરુચમાં 22 કેસ, વલસાડમાં 22, અમરેલીમાં 16 પોઝીટીવ કેસ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજરોજ 902 જેટલા દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. અને તેમણે હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

વિપુલ મકવાણા અમરેલી