ભાવનગર,એલ.સી.બી. ટીમને મળેલી બાતમી મુજબ મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી કરશનભાઇ મેપાભાઇ ચૌહાણ રહે.પટવા તા.રાજુલા જી.અમરેલીવાળા હાલ-વરણી પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, જી.આઇ.ડી.સી., હળવદ જી.મોરબી ખાતે કામ કરી ત્યાં જ રહે છે. જે હકિકત આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ હળવદ ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપીની તપાસ કરતાં આરોપી કરશનભાઇ મેપાભાઇ ચૌહાણ ઉ.વ.૪૬ રહે.પટવા તા.રાજુલા જી.અમરેલીવાળા હાલ-વરણી પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, જી.આઇ.ડી.સી., હળવદ જી.મોરબીવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.