પાટણ જિલ્લાના ગામો માં ઈન્દ્ર મેધવાલ ને પાંચ સપ્ટેમ્બરે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે
રાજસ્થાન ના જાલોર ના સુરાણા ગામે ઈન્દ્ર મેધવાલ દ્વારા પ્રાઈવેટ શાળા માં આચાર્ય ની માટલી માંથી પાણી પીવા બાબતે આચાર્ય છેલશિહ દ્વારા ઢોર માર મારી મોતને ઘાટ ઉતારેલ જે બાબતે પાટણ જિલ્લાના ૧૫૦ ગામો સહિત ગુજરાત ના ૧૦૦૦ ગામો માં પાંચ સપ્ટેમ્બર સાંજે સાત વાગે ઈન્દ્ર કળશ અને ઈન્દ્ર ના ફોટા નું પોસ્ટર મુકી ઈન્દ્ર મેધવાલ ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે સાથે દરેક ગામ માંથી ઈન્દ્ર મેધવાલ નાં પરીવાર ને દરેક ગામ ના લોકો દ્વારા યથા શક્તિ આર્થિક યોગદાન આપવામાં આવશે સાથે સમગ્ર ગુજરાત અને ભારત માં આભડછેટ અને ભેદભાવ દુર કરવામાં આવે તેની માંગ બુલંદ કરવામાં આવશે આ બાબતે હાલ માં પાટણ જિલ્લાના ગામો માં મિટીંગો કરી લોકો ને આભડછેટ મુકત ભારત બને તે બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે પાટણ જિલ્લા સહીત ગુજરાત ના ૨૫૦ થી વધારે બહેનો ૨૪ સપ્ટેમ્બર પુના કરાર ના દિવસે સુરાણા ગામે ઈન્દ્ર મેધવાલ ને શ્રધાંજલિ અર્પણ કરશે દરેક ગામ ના લોકો દ્વારા મળેલ આર્થિક યોગદાન ઈન્દ્ર મેધવાલ ના પરીવાર ને ઈન્દ્ર કળશ સાથે અર્પણ કરશે
નરેદ્રભાઈ એમ પરમાર
નવસર્જન ટ્રસ્ટ પાટણ