અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર,૨૦૨૨ (ગુરૂવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દરમિયાન પર્યાવરણની જાળવણી થઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.વાળાએ આગામી તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું બહાર પાડ્યું છે. 

આ જાહેરનામા અંતર્ગત મૂર્તિની સ્થાપના બાદ નક્કી કરેલા વિસર્જન સ્થળો અને મંજૂર થયા હોય તેવા સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળ ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરવામાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા પર, ખરીદવા કે વેચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ છે. જિલ્લામાં મૂર્તિના વિસર્જન સરઘસ માટે પરવાનગીમાં દર્શાવવામાં આવ્યા હોય તે રુટ સિવાયના અન્ય રુટ પર શોભાયાત્રા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે. મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ આઈ.પી.સી.ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી