ઊનાથી 10 કિમી દૂર આવેલા એક ગામની યુવતીને ગામનો જ શખ્સ ભગાડી ગયો હતો અને 2 વર્ષ સુધી રીતરીવાજ કે કોર્ટ મેરેજ કર્યા ન હતા. અને આ યુવતી દોઢ વર્ષના બાળકની માતા બની ગઈ હતી. બાદ હાલમાં પણ પાંચ મહિનાનો ગર્ભ હોય. જો કે, તેમને સાસરિયાઓ દ્વારા દુ:ખ ત્રાસ અપાતો હતો. તેમજ મારકૂટ પણ કરાતી હોય બાળકને છીનવી લેતા આ યુવતી પગપાળા ચાલી ઊના પોલીસ મથકે મહિલા સહાયતા કેન્દ્ર પર પહોંચી હતી. બાદમાં આ સેન્ટરનાં મનિષાબેન તેમજ સોનલબેન દ્વારા કાઉન્સેલીગ કરાયું હતું. આ ઉપરાંત રજૂઆત પણ સાંભળી જમવાની વ્યવસ્થા ઉપરાંત ખર્ચ માટે નાણાં અપાયા હતા. અને સામાપક્ષને બોલાવી વાતચીત કરી