( ૧ ) કરશનભાઇ માવજીભાઇ બારૈયા રહે.નાગેશ્રી તા - જાફરાબાદ જી.અમરેલી , ( ૨ ) નીલેશભાઇ નારણભાઇ બાંભણીયા રહે.નાગેશ્રી તા - જાફરાબાદ જી.અમરેલી ( ૩ ) ભીખાભાઇ બાલાભાઇ બારૈયા રહે.નાગેશ્રી તા - જાફરાબાદ જી અમરેલી [ ૪ ) રવજીભાઇ ઉનડભાઇ સાંખટ રહે.બાબરકોટ તા - જાફરાબાદ જી.અમરેલી , ( ૫ ) ભીખુભાઇ નાનજીભાઇ મકવાણા રહે.નાગેશ્રી તા - જાફરાબાદ જી.અમરેલી ( ૬ ) મનસુખભાઇ આતુભાઇ સાંખટ રહેલોઠપુર તા - જાફરાબાદ જી.અમરેલી , અમરેલી જીલ્લાના વડા ડે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે. ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગારાદારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂ ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોયજે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન.એ.વાઘેલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના UHC મધુભાઇ નથુભાઇ પોપટ તથા UHC વિરૂભાઇ નથુભાઇ પરમાર તથા પો.કોન્સ.રાજદિપસિંહ દીલીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ . અનિલભાઇ વિનુભાઇ દાફડા વિગેરે પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના નાગેશ્રી ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા છ આરોપીઓને રોકડા રૂા .૧૨૧૫૦ / - તથા ગંજીપાના નંગ પર કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ ૧૨,૧૫૦ / - ના મુદામાલ સાથે છ ઇસમોને ઝડપી પાડી કવોલીટી કેસ શોધી કાઢી જુગાર રમતા તમામ ઇસમો સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન એ.વાઘેલા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી