ખેડા વિભાગની ટપાલ સેવા ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિક્ષક ડાકઘરની કચેરી, ખેડા વિભાગ, નડીઆદ ૩૮૭૦૦૧ ખાતે (નડીઆદ હેડ પોસ્ટ ઓફીસના બીજા માળે) તારીખ ૨૬.૦૯.૨૦૨૨ ના રોજ ૧૨.૩૦ કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી તેમનો નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા અંગે અદાલતમાં રજુ કરવાની ફરિયાદો એ.એસ.પી(હેડ ક્વાર્ટર) , અધિક્ષક ડાકઘર ની કચેરી, ખેડા વિભાગ, નડીઆદ ૩૮૭૦૦૧ ના સરનામે મોડામાં મોડા ૧૯.૦૯.૨૦૨૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રેહશે જેની નોંધ લેવી. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવશે નહિ. તેમ અધિક્ષક ડાકઘર, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.