શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની એક યાદી અનુસાર આવતીકાલે તા. 3ના શનિવારે સવારે 10 કલાકે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં અને ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાની પ્રદેશ કારોબારી અટલ બિહારી બાજપાયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજાશે. આ કારોબારીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ, ડો. પ્રશાંત કોરાટ સહિતના ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય તેમજ પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહેવાના છે
ત્યારે આવતીકાલે રાજકોટ એરપોર્ટ ખાતે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાજીને આવકારવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે એરપોર્ટ ખાતે યુવા મોરચા દ્વારા ઢોલ-નગારા, મૃદંગ, ડી.જે. બેન્ડ અને શરણાઇની સુરાવલિના સથવારે અને ફુલની પાંખડી અને પુષ્પવર્ષા સાથે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવશે. આ તકે યુવા મોરચા દ્વારા 100થી વધુ ફોર વ્હીલ અને ર000થી વધુ ટુ વ્હીલ સાથેની રેલી યોજવામાં આવશે.