હાલના સ્પર્ધાત્મક પરીક્ષાઓના યુગમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે અનએકેડમી સહાયરૂપ બની રહેશે. અનએકેડમી દ્વારા નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે. મંત્રીશ્રી ડો.મહેન્દ્ર મુંજપરાના માર્ગદર્શન હેઠળ અનએકેડમી સાથે MOU કરવામાં આવ્યા છે અનએકેડમીના ડાયરેક્ટરશ્રી શિવ શુક્લા દ્વારા MOU સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ અને મોરબી જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે કરાયા છે અનએકેડમીએ ભારતનું મોટું પ્લેટફોર્મ છે. દર વર્ષે ૪૦૦૦ વિદ્યાર્થીઓને યુપીએસસી, સ્ટાફ સિલેક્શન, અન્ડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિફેન્સ, કલાર્ક વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મદદરૂપ બની રહ્યું છે. આ એકેડમી દ્વારા શિક્ષોદય યોજના અંતર્ગત એક વર્ષમાં તાલુકાઓના ૨૦૦૦ વિદ્યાર્થીઓને તથા Unacademy સબસ્ક્રીપ્શન દ્વારા મફત શિષ્ય વૃત્તિથી ૨૦૦૦ છોકરા તથા છોકરીઓને ઓફ લાઈન તથા ઓનલાઇન બંને રીતે માર્ગદર્શન આપવામાં આવશે. આ MOU ત્રણ વર્ષ માટે કરાશે. ત્રણ વર્ષ દરમિયાન ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનએકેડમી અંદાજે ૪o કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ ઉપરાંત અનએકેડમી પ્રોગ્રામ દ્વારા ૨o કારકિર્દી માર્ગદર્શક સત્રોની શ્રેણીનું પણ આયોજન કરવામાં આવશે.ભૂતકાળમાં અનએકેડમીએ કર્ણાટક, ત્રિપુરા, ઓડિશા, ઉતર પ્રદેશ તથા સરકાર અને એઆઇસીટીઇ, એનએસડીસી, સીબીએસઇ વગેરે કેન્દ્રીય સંસ્થાઓ સાથે પણ જોડાણ કર્યું હતું. અનએકેડમીના માર્ગદર્શન, ઓફ લાઈન, ઓનલાઇન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વિસ્તારના વધુમાં વધુ વિધાર્થીઓ જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી. તરણેતર મેળામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં અનએકેડમી સાથે MOU કરાયા છે.