વઢવાણ તાલુકાના રામપર અને મોરવાડ ગામમાં દીપડાના પગરણ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઈ છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં વનવિભાગ ખાતુ પણ દોડતુ થયું છે અને દીપડો કઈ દિશામાં ગયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.તાત્કાલિક અસરે વન વિભાગ ખાતાને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વઢવાણ તાલુકાના રામપરા અને મોરવાડ ગામની સીમમાં સવારે ખેડૂતો ખેતરે જઈ રહ્યા હતા. ત્યારે દીપડાના પગના નિશાનો જોવા મળ્યા છે.પગના નિશાન અને તપાસની આધારે ટીમમાં દીપડો હોવાનું હાલમાં પુરવાર થઈ રહ્યું છે. ત્યારે વન વિભાગ અને ફોરેસ્ટ ખાતાની ટીમો હાલમાં તપાસમાં કામે લાગી છે. ત્યારે તસ્વીરોમાં દીપડાના પગના પંજા અને તપાસ હાથ ધરતી તસવીરો જોવા મળી રહી છે.