રોકડ રૂ. ૨૬, ૬૩૦/- નાં મુદ્દામાલ સાથે જુગાર રમતાં ૦૬ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ. બી. ભરવાડ તથા પો. સબ. ઇન્સ. શ્રી એન. જી. જાડેજા તથા પો. સબ ઇન્સ. પી. આર. સરવૈયા તથા એલ. સી. બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર, એલ. સી. બી. નાં પો. કોન્સ. સંજયભાઇ ચુડાસમા ને બાતમીરાહે હકિકત મળેલ કે, ’’ ભાવિન રમેશભાઇ સાગલાણી રહે. પ્લોટ નં. ૧૦૨/એ, ચંદ્દહિલ સોસાયટી, સીદસર રોડ, આહિર કન્યા છાત્રાલય પાસે, ભાવનગરવાળા પોતાનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતી નો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડે છે. ’’ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં ૦૬ પુરૂષો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ. ૨૬, ૬૩૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ. જે અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. ભાવિન રમેશભાઇ સાગલાણી ઉ. વ. ૨૭ ધંધો- પ્રાયવેટ નોકરી રહે. પ્લોટ નં. ૧૦૨/એ, ચંદ્દહિલ સોસાયટી, સીદસર રોડ, આહિર કન્યા છાત્રાલય પાસે, ભાવનગર
2. અનિલ પુંજાભાઇ જાંબુચા ઉ. વ. ૩૦ ધંધો-પ્રાયવેટ નોકરી રહે. ૫૦ વારીયા, બાલ મંદીરની બાજુમાં, અખિલેશ સર્કલ પાસે, ભાવનગર મુળ-પાણીયાળી તા. તળાજા જી. ભાવનગર 3. સુધીર અનોપરાય જાની ઉ. વ. ૩૯ ધંધો- હિરાની ઓફિસમાં નોકરી રહે. પ્લોટ નં. ૭૭, ચંદ્દહિલ સોસાયટી, સીદસર રોડ, આહિર કન્યા છાત્રાલય પાસે, ભાવનગર
4. હરદિપસિંહ હાલુભા ઝાલા ઉ. વ. ૨૭ ધંધો- ડ્રાયવીંગ રહે. પ્લોટ નં. ૧૧૯૭/ડી, શેરી નંબર-૩, ઇન્દ્દપ્રસ્થ સોસાયટી, શકિતમાંનાં મંદીર પાસે, કાળીયાબીડ, ભાવનગર
5. વિજય વલ્લભભાઇ સોલંકી ઉ. વ. ૨૭ ધંધો-પ્રાયવેટ નોકરી રહે. પ્લોટ નં. ૧૩/બી, સુવિધા ટાઉનશીપ-૧, સુભાષનગર, ભાવનગર
6. હાર્દિક સુરાભાઇ જાંબુચા ઉ. વ. ૨૮ ધંધો-પ્રાયવેટ નોકરી રહે. પ્લોટ નં. ૧૦, રવિ પાર્ક, બાલયોગીનગર પાસે, ઘોઘા રોડ, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપતાનાં પાના-૫૨ કિ. રૂ. ૦૦/-, રોકડ રૂ. ૨૬, ૬૩૦/-, લાઇટ બિલ કિ. રૂ. ૦૦/- મળી કુલ રૂ. ૨૬, ૬૩૦/-નો મુદ્દામાલ