કામરેજના ઘલા ગામે ચાલતી એક્ષપ્રેસવે કામગીરી નજીક ગૌચરની ખુલ્લી જમીનમાં થઈ રહેલા વિદેશી દારૂના કાર્ટિગ પર કામરેજ પોલીસે રેઇડ કરી હતી.કામરેજ પીઆઇ આર.બી ભટોળ,પીએસઆઇ વી.આર ઠુમ્મર તેમજ નામદેવ કલાભાઈને મળેલી બાતમી મુજબ ઘલા ગામની ગૌચરની ખુલ્લી જગ્યામાં રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી ઘનશ્યામભાઈ પટેલના સાગરીતો કન્ટેનર માંથી જુદી જુદી ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે.જે બાતમી મુજબ કામરેજ પોલીસે ઘટના સ્થળે રેઇડ કરી હતી.કામરેજ પોલીસે સ્થળ પરથી(1)શાહિદ ઇસ્લામ ખાન રહે.હરિયાણા(2) રણજીત ઉર્ફે લાલો પ્રવીણ મકવાણા રહે.કુબેરનગર,કતારગામ સુરત (૩)ભરત રઘુભાઈ ચૌધરી રહે.મહેસાણા તેમજ(4)રાકેશ ભૂપતભાઇ સોલંકી રહે.નંદનવન સોસાયટી વરાછા સુરતને ઝડપી પાડયા હતા.જ્યારે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રામજી ઉર્ફે રામુ ઉર્ફે રાજુ રંગાણી ઘનશ્યામભાઈ પટેલ રહે.ઘોબાગામ,મયુર,એ.કે,મોનું,ધીરુભાઈ,(પાતા ભાઈ રહે.ઘલા ગામ),(મેહુલ કાનજી પટેલ રહે.અડાજણ સુરત) આલિંગ,કાળુ સહિત ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.( *રેઇડના સ્થળ પરથી પકડાયેલા વાહનો)* (1) ટાટા કન્ટેનર નંબર RJ11GC - 0530 (2) રીનોલ્ટ ટ્રિબર ગાડી નંબર GJ05RK-2492 (3) મહેન્દ્ર એક્સયુવી ગાડી નંબર GJ01RM-4603 (4) મહેન્દ્ર એક્સયુવી ગાડી નંબર GJ01RM- 4603 (5) ટાટા બોલ્ટ ગાડી નંબર GJ05BV-9244(6)મહેન્દ્ર એક્સયુવી ગાડી નંબર GJ15CH-7681(7) ટાટા હેરિયર ગાડી નંબર MH43BK- 6553 સહિત કુલ સાત વાહનો કબ્જે કાર્ય હતા.કામરેજ પોલીસે રેઇડના સ્થળેથી ₹.17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો,એક કન્ટેનર,છ ફોર વ્હીલ ગાડી કિંમત ₹.47 લાખ સહિત ચાર ઇસમોને ઝડપી પાડયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
64MP प्राइमरी कैमरा, 12GB रैम और 5000mAh की बैटरी के साथ मार्केट में इस दिन एंट्री लेगी POCO की ये सीरीज, यहां जानें जरूरी डिटेल
पोको ने बजट और किफायती फोन के बाजार में अपनी जगह बनाई है। कंपनी अब अपने नए फोन को लॉन्च करने की...
લાખો ભક્તોએ માં અંબાના શરણે શીશ ઝુકાવ્યું
#buletinindia #gujarat #ambaji
Drone Show at Riverfront Ahmedabad, Gujarat
Drone Show at Riverfront Ahmedabad, Gujarat