આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓને સવારે એક મોટો અકસ્માત નડ્યો હતો.
શામળાજી-સ્ટેટ હાઇવે ઉપર બેફામ પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે માલપુરના કૃષ્ણપુરા નજીક પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
વિગતો મુજબ કાલોલ તાલુકાના અલાલી ગામના આ પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા એ દરમિયાન વહેલી સવારે માલપુર નજીક આ અકસ્માત સર્જાયો હતો.
પાંચ જેટલા ઘાયલોને માલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલે મૃતકોના પરિવારજનો ને સંવેદના પાઠવી મૃતકોને રૂ.4 લાખ અને ઘાયલોને રૂ 50 હજારની સહાય જાહેર કરી છે.