કોરોના પોલીસી અંગેનો કલેઈમ વ્યાજ તથા ખર્ચ સહીત ફરીયાદીને ચુકવવા વીમા કંપની વિરૂધ્ધ રાજકોટ ક્ધઝયુમર કોર્ટે ચુકાદો આપ્યો છે. રાજકોટનાં રહેવાસી પ્રતીમાબેન ધીરેન્દ્રભાઈ કાનાબારે ફયુચર જનરાલી ઈન્ડીયા ઈુશ્યોરન્સ કાું.લી.ની ‘કોરોના રક્ષક’ પોલીસી મુજબનો વીમો લીધેલ હતો. પ્રતીમાબેનને કોવીડ-19 પોઝીટીવ આવેલ જેથી હોસ્પીટલમાં દાખલ થવું પડેલ. ત્યારબાદ પ્રતીમાબેને વીમા કંપનીમાં જયારે જરૂરી પ્રોસીજર સાથે કલેઈમ દાખલ કરેલ ત્યારે વીમા કંપનીએ દર્દી એ હોસ્પીટલમાં દાખલ થવાની જરૂરીયાત હતી નહી, જેથી કલેઈમ મળવા પાત્ર નથી તેવું કારણ દર્શાવીને કલેઈમ રીજેકટ કરેલ.

જેથી પ્રતીમાબેને રાજકોટ ડીસ્ટ્રીકટ ક્ધઝયુમર ડિસ્પયુટ રીડ્રેસલ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ. રજુ થયેલ આધાર પુરાવાઓ, ફરીયાદીના એડવોકેટ દ્વારા રજુ કરવામાં આવેલ હાયર કોર્ટસનાં જજમેન્ટસ તથા દલીલોને માન્ય રાખીને રાજકોટ ક્ધઝયુમર કોર્ટે ફરીયાદીને કલેઈમની રકમ રૂા.2,50,000 વાર્ષિક 9 ટકાનાં વ્યાજ તથા રૂા.5000 ખર્ચ સહિત ચુકવવા વીમા કંપની વિરૂધ્ધ હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ પ્રવીણ એચ. કોટેચા, પુર્વેશ પી. કોટેચા, રવિ એચ. સેજપાલ, હરેશ ડી. મકવાણા, રજનીક એમ. કુકડીયા, અજયસિંહ એલ. ચુડાસમા, ચિંતન એમ. ભલાણી, વૈભવ ડી. મહેતા રોકાયેલા હતા.