કોરોના પોલીસી અંગેનો કલેઈમ વ્યાજ તથા ખર્ચ સહીત ફરીયાદીને ચુકવવા વીમા કંપની વિરૂધ્ધ રાજકોટ ક્ધઝયુમર કોર્ટે ચુકાદો આપ્યો છે. રાજકોટનાં રહેવાસી પ્રતીમાબેન ધીરેન્દ્રભાઈ કાનાબારે ફયુચર જનરાલી ઈન્ડીયા ઈુશ્યોરન્સ કાું.લી.ની ‘કોરોના રક્ષક’ પોલીસી મુજબનો વીમો લીધેલ હતો. પ્રતીમાબેનને કોવીડ-19 પોઝીટીવ આવેલ જેથી હોસ્પીટલમાં દાખલ થવું પડેલ. ત્યારબાદ પ્રતીમાબેને વીમા કંપનીમાં જયારે જરૂરી પ્રોસીજર સાથે કલેઈમ દાખલ કરેલ ત્યારે વીમા કંપનીએ દર્દી એ હોસ્પીટલમાં દાખલ થવાની જરૂરીયાત હતી નહી, જેથી કલેઈમ મળવા પાત્ર નથી તેવું કારણ દર્શાવીને કલેઈમ રીજેકટ કરેલ.
જેથી પ્રતીમાબેને રાજકોટ ડીસ્ટ્રીકટ ક્ધઝયુમર ડિસ્પયુટ રીડ્રેસલ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ. રજુ થયેલ આધાર પુરાવાઓ, ફરીયાદીના એડવોકેટ દ્વારા રજુ કરવામાં આવેલ હાયર કોર્ટસનાં જજમેન્ટસ તથા દલીલોને માન્ય રાખીને રાજકોટ ક્ધઝયુમર કોર્ટે ફરીયાદીને કલેઈમની રકમ રૂા.2,50,000 વાર્ષિક 9 ટકાનાં વ્યાજ તથા રૂા.5000 ખર્ચ સહિત ચુકવવા વીમા કંપની વિરૂધ્ધ હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે એડવોકેટ પ્રવીણ એચ. કોટેચા, પુર્વેશ પી. કોટેચા, રવિ એચ. સેજપાલ, હરેશ ડી. મકવાણા, રજનીક એમ. કુકડીયા, અજયસિંહ એલ. ચુડાસમા, ચિંતન એમ. ભલાણી, વૈભવ ડી. મહેતા રોકાયેલા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત દૂધ મંડળીઓના મૃતક પશુપાલકના 30 વારસદારોને 13.50 લાખના ચેકનું વિતરણ કરાયુ
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી વઢવાણ દ્વારા ગ્રાહક મરણોત્તર સહાય...
गोलाघाट में आज महाष्टमी के मौके पर नगर के विभिन्न पूजा पांडालों पर श्रद्धालुओं ने की पूजा अर्चना
देश के विभिन्न हिस्सों के साथ ही शारदीय नवरात्र की आज महाष्टमी तिथि पर गोलाघाट नगर के विभिन्न...
WhatsApp Channel: कितने फॉलोअर्स ने देखा नया पोस्ट, चैनल पर ऐसे चेक कर सकेंगे अब व्यू काउंट
WhatsApp channel update वॉट्सऐप पर चैनल की शुरुआत हो चुकी है। वॉट्सऐप चैनल के जरिए क्रिएटर्स को...
स्वातंत्र्याच्या अमृतमहोत्सवानिमित्त बकोरी देवराई वनराई प्रकल्पात वृक्षारोपण
स्वातंत्र्याच्या अमृतमहोत्सवानिमित्त बकोरी देवराई वनराई प्रकल्पात वृक्षारोपण...
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv