શહેરના કાલાવડ રોડ પર આવેલ અવધ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે પાંચ વર્ષ પહેલાંના અકસ્માતના મામલે વીમો પકાવવા ખોટી માહિતી અને પુરાવા આપી રૂપિયા 25 લાખનો કલેઈમ પકાવવાની કોશિષ કરનાર સામે સીઆઈડી ક્રાઈમે તપાસ કરતા ફરિયાદીએ આરોપીના ખોટા નામ આપ્યાનો ભાંડો ફૂટતા બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવતા લોધિકા પોલીસે કાકા ભત્રીજા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. બનાવની વધુ વિગતો મુજબ,રાજસ્થાનના જયપુર ખાતે રહેતા અને આઈસીઆઈસીઆઈના જનરલ મેનેજર તરીકે નોકરી કરતા નવીનકુમાર ગીરધારીલાલ ચોરસિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે લોધીકાના હરિપર પાળ ગામે રહેતા અરજણ ગોબરભાઈ રાતડીયા અને તેના ભત્રીજા રાજકોટ ભવાનીનગરમાં રહેતો ચોથા સોંડા રાતડીયાના નામો આપ્યા હતા ફરિયાદમાં જણાવ્યું હતું કે 2018માં કોર્ટમાં રજીસ્ટર થયેલ અને તે આ કામે લોધિકા પોલીસ સ્ટેશનથી આરોપી નગાભાઈ ઉર્ફે મુન્નાભાઈ હરદાસભાઈ ભારાઇ રહે કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર હાઉસિંગ બોર્ડ વાળાની અટક કરી જેમાં ફરિયાદી અરજણભાઈ ગોબરભાઈ રાતડીયા અવધ રોડ પર બાઈક લઈને જતા હતા તે દરમ્યાન રિક્ષાચાલકે અકસ્માત કરી ઠોકરે લેતા ફરિયાદીના કાકા ચોથાભાઈને ફ્રેકચર થયું હતું.