રાજકોટમાં સોની વેપારીનું સોનુ લઈ બંગાળી કારીગર લઈ ફરાર થઇ જતા હોવાના બનાવ વારંવાર બનતા હોય છે.ત્યારે ગઈકાલે રાત્રીના સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક કોપર હાઇટ્સમાં સી-603માં રહેતા સંજયભાઈ હિંમતભાઈ ધકાણ(સોની)(ઉ.વ.44)એ ફરિયાદમાં રોબિલ હુસેન શેખ સામે રૂ.28.36 લાખનું સોનુ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી છે. સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ મોનાર્ક કોમ્પ્લેક્ષમાં દુકાન નં.ઈ માં બંસી જ્વેલર્સ નામની દુકાન ધરાવી સોનીકામનું કામ કરું છું અને અમો બજારમાં સોનાનો ઘાટનું કામ કરતા કારીગરને સોનું આપી અને દાગીના બનાવવાનું કામ આપીયે છીએ.અમો પેલેસ રોડ પર આવેલ અમર પ્લાજા કોમ્પ્લેક્ષમા ચોથા માળે બેસી કામ કરનાર કારીગર રોબીલ હુસૈન શેખને સોનુ આપી અને દાગીના બનાવવાનો ઓર્ડર આપતા હતા જે બાબતે અમો તેમને જેટલુ સોનુ આપીયે તેટલા વજનના ઉલ્લેખ વાળુ વાઉચર બનાવી તેમની તેમજ તેમના સ્ટાફની સહી તેઓ કરી આપતા હતા અને સમય મર્યાદામા તેઓ અમને દાગીના બનાવી આપતા હતા અને અમો તેમને તેમની મજુરી ચુકવી આપતા હતા અને કામ થઈ ગયા બાદ અમો જમા વાઉચર લખી આપતા હતા.જેમા પણ તેઓની તથા તેમના સ્ટાફની સહી લેતા હતા.આમ આ રોબીલ હુસૈન શેખ સાથે અવાર નવાર વેપાર કરતા તેઓ અમારા વિશ્વાસુ કારીગર બની ગયા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं