અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર,૨૦૨૨ (ગુરૂવાર) કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્કયુલેશન સક્રિય થયુ હવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

આ આગાહીના સંદર્ભે અમરેલી જિલ્લામાં શુક્રવારે તા.૦૨ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સવારે ૮.૩૦ વાગ્યા સુધી છૂટાછવાયા સ્થળે, ક્યાંક-ક્યાંક ભારે વરસાદ થવાનું અનુમાન છે. આ સાથે જ વીજળી પડવાની શક્યતાઓ પણ છે. જ્યારે પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. જ્યારે આગામી તા.૦૩ સપ્ટેમ્બરના રોજ શનિવારે અમરેલી જિલ્લામાં કેટલાક ઠેકાણે છૂટાછવાયા હળવા વરસાદની પણ શક્યતા હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી