અમદાવાદ
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મેઘાણીનગરમાં રહેતી 34 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિ અને સાસરિયાઓએ તેને પિયરમાંથી ૧૦ લાખનું દહેજ લાવવા માટે દબાણ કર્યું હતું. જે ન લાવતા સાસરિયાઓએને તેને માર મારીને ધમકી આપી હતી કે જો દહેજ નહી લાવે તો પિયરમાં સંબઘ રાખવા નહી દઇએ. બાદમાં પરિણીતાને બે વર્ષની દીકરી સાથે ઘરેથી કાંઢી મુકવામાં આવી હતી.
મેઘાણીનગર રામેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી ધારા શીહોરાએ છૂટાછેડાની માંગણી સાથે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત જુલાઇ ૨૦૧૮માં તેના લગ્ન શાહપુર સોસાયટી દુધેશ્વર રોડ પર રહેતા વિનોદ શીહોરા સાથે થયા હતા. બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ થોડા મહિના સુધી લગ્ન જીવન યોગ્ય રીતે ચાલતુ હતુ. લગ્ન બાદ સામાજીક પ્રસંગે ધારાબેન તેમના પિયરમાં આવતા જતા હતા. ઘારાની સાસરીમાં સાસુ, સસરા, નણંદ, દિયર અને દેરાણી હતા. જો કે થોડા સમય બાદ બધાનું વર્તન બદલાવા લાગ્યું હતુ અને નાની નાની બાબતોમાં ભુલ કાઢીને પરેશાન કરતા હતા. તો બીજી તરફ વિનોદે ધારાને સાસરીમાંથી ૧૦ લાખ રૂપિયાનું દહેજ લઇ આવવા માટે કહ્યું હતું. પરંતુ, તેના ભાઇની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે દહેજ આપી શકે તેમ ન હાવાથી ધારાએ ના પાડતા વિનોદે તેને કહ્યું હતું કે તારા પિયરમાંથી દહેજ આવ્યું નથી જેથી તું ત્યાં સંબધ નહી રાખી શકે. જો ત્યાં સંબધ રાખવો હોય તો ૧૦ લાખ રૂપિયા લાવવા પડશે. તેને આ બાબતે માર પણ મારવામાં આવતો હતો. જેથી તે કંટાળીને પિયરમાં રેહેવા માટે જતી રહી હતી.જો કે તેના દિયરનું અવસાન થતા ફરીથી પિયરમાં ગઇ હતી. જો કે બાદમાં પણ સતત માંગણી ચાલુ રહી અને તેને બે વર્ષની દીકરી સાથે કાઢી મૂકી હતી.