અમદાવાદ શહેર નોબલનગર
ઇન્ડિકેપ ત્રણ રસ્તા પાસે જાહેરમાંથી આરોપી, સિધાર્થ ઉર્ફે નરસિહમા ઉર્ફે નરસિંહ
સ/ઓ જયરાજભાઇ ઇન્દ્રેકર ઉ.વ.૩૨ રહે, ૪૯, મોટવાણી બંગલાની સામે, કુબેરનગર
બંગલા એરીયા રોડ, કુબેરનગર, અમદાવાદ શહેરને ઝડપી પાડવામાં આવેલ છે.
નવરંગપુરા પો. સ્ટે. પાર્ટ ‘એ’ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૬૨૨૦૨૬૯/૨૦૨૨
ઇ.પી.કો. કલમ-૩૭૯(એ,)(3),૧૧૪ મુજબના ગુન્હાની હકિકત મુજબ નવરંગપુરા
સ્વસ્તિક ચાર રસ્તાથી નવરંગપુરા ચાર રસ્તા રોડ પર એક આંગડીયા પેઢીમાંથી રોકડ
રકમ લઇ જનાર વ્યક્તિની કારનો આરોપી તથા તેના મિત્રોએ ટુ વ્હીલર પર પીછો કરી
કાર સાથે ટુ વ્હીલર અથડાવવાના બહાના હેઠળ બોલાચાલી કરી કારમાંથી ૨૬.૭૦
લાખ રૂપિયા લઇ નાસી ગયેલ. આ ગુન્હામાં અગાઉ આરોપી, પ્રતિક @ લંગડો મુનિર
બજરંગે પકડાયેલ છે.
ગુન્હાહિત ઇતિહાસ
આરોપી અગાઉ સને ૨૦૦૯ થી ૨૦૨૦ દરમ્યાનમાં એલીસબ્રીજ,
વસ્ત્રાપુર, બાપુનગર, માધુપુરા પો.સ્ટે મળી કુલ્લે-૦૬, ડેકીમાંથી કિંમતી સામાનની
ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. જે ગુન્હામાં એકવાર જામનગર જેલમાં અટકાયતી તરીકે
રહેલ છે.