રાજ્યમાં એમ ડી ડ્રગ્સ, ચરસ , ગાંજો સહિતના માદક પર્દાથનું વેચાણ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યુ સરકારી એજન્સીઓ દ્રારા અવાર-નવાર ડ્રગ્સ માફિયાઓના ઇરાદોને નિષ્ફળ બનાવામાં આવે છે ગુજરાતમાં પહેલા દરિયાકિનારાથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતુ હતું અને સુરક્ષા એજન્સીઓ દ્રારા મસમોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવતુ હતુ પરંતુ હદ તો ત્યારે જયારે ગુજરાતના બે જિલ્લાઓમાંથી ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઇ જેને લઇ તમામ આંખો પહોળી થઇ ગઇ હતી કે મોતના સમાન ગુજરાતમાં જ ઉત્પાદન કરી અન્ય રાજ્યમાં મોકલવામાં આવતું હતુ.
અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ડ્રગ્સ પેડલરોએ માથું ઉચક્યુ છે. થોડાક દિવસ આગાઉ અમદાવાદ એસ ઓ જી અને ક્રાઇમબ્રાન્ચે કુખ્યાત ડ્રગ્સ પેડલર અમીના ડૉનને ધરપકડ કરી હતી ત્યાર બાદ જુદી-જુદી જગ્યાથી પેગરુ પણ મળ્યુ હતું અમદાવાદમાં ડ્રગ્સ જાણે કે હવે કોઇ દુકાન પર ચોકલેટની માફક મળતું હોય તેવી રીતે પેડલરો દ્રારા કોઇ પણ ખૈફ રાખ્યા વગર વેચાણ કરવામાં આવી રહ્યુ છે અમદાવાદમાં ફરી એકવાર એમ ડી ડ્રગ્સ જથ્થો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યું છે જેમાં 18.90 લાખના ડ્રગ્સના જથ્થા સાથે 1 આરોપીને દબોચી પાડ્યો હતો
આજે ડ્ર્ગ્સ માફિયાઓ શહેરમાં નેટવર્ક વિકસાવી પેડલરો થકી માલેતુજાર યુવાનોને ડ્રગ્સ રવાડે ચડાવી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે અને તેમના સ્વાસ્થય સાથે ચેડા કરી રહ્યા છે. આ નેટવર્ક ખૂબ ઝડપી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફેલાઇ રહ્યુ છે.