સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.