સામાન્ય રીતે તંત્રમાં બધું જ સહી સલામત છે તેમ સમજતા હોવ તો તમારી ધારણા ખોટી છે, જિલ્લા કે રાજ્યના તંત્રમાં આવેલ અનેક એવા વિભાગો છે જ્યાં કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે પરંતુ તેઓને વળતર આપવામાં ક્યાંકને ક્યાંક કોકડું ગુંચવાઈ જતું હોય છે, એમાં પણ ખાસ કરી કોન્ટાકટ પ્રથા હેઠળ આવતા કર્મચારીઓની સ્થિતી તો ખૂબ જ દયનિય બને છે. સિહોર નગરપાલિકા વિભાગમાં કામ કરતા ૭૨ કર્મચારીઓની હાલત હાલ દયનિય બની છે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો છેલ્લા બે માસથી આ કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે આજકાલ તલપાપડ બન્યા છે કર્મચારીઓને બે મહિના ઉપરાંતના સમચથી આજદિન સુધી પગાર ન ચુકવવામાં આવતા આખરે તહેવારો ટાળે કર્મચારીઓને જીવન થલાવવું મુશ્કેલી સમાન બન્યું છે. મહત્વની બાબત છે કૈ આખરે આ પ્રકારના કોન્ટાકટરો બે મહિના સુધી કર્મચારીઓને પોતાના હકના પૈસા કેમ બે બે મહિનાઓ ક્ષુધી આપતા નથી તે બાબત તપાસનો વિષય બન્યો છે, ભહીં સવાલ એ છે કે કર્મચારીઓને તેઓના દબાણમ હીને જ કામ કરવાનું..? કર્મચારીઓ બિચારા પોતાન રોજગાર માટે અવાજ ન ઉઠવતા હોય અથવા અવાજ પોતે નોકરીમાંથી મદ્ડી તેવા ભયમાં રહી મૂંગા પોતાનું કામ કરતા રહે છે, ત્યારે આ પ્રકારે બે મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓના હીતમાં આ અહેવાલ રજુ કરી અમે અમારી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે પોતાના આકાઓ સામે સબ સલામત છે અને બધું બરાબર ચાલે છે કહી ઘી કેળા મેળવતા લોકો આ કર્મચારીઓને તહેવાર પહેલા તો પોતાના હકનો હિસ્સો આપી તેઓ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે. બીજી બાજુ નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ ને વધુ કંગાળ બની રહી છે. પાલિકાના કર્મચારીઓ છેલ્લા બે માસ થવા છતા પગારથી વંચિત રહ્યા હોય તેમના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.