વાત કરીએ તો છોટાઉદેપુર એસોજી પોલીસે એક એવી વાહન ચોરી ગેંગ નો પર્દાફાશ કર્યો છે જે જાણીને લોકોના હોશ ઉડી ગયા હતા.

અમદાવાદ વડોદરા સુરતના એવા ભેજા બાજ વાહન ચોર યુવાનો જે રાજ્ય ભરમાંથી મોટી લગજરિસ વાહનો નું ચોરી નું મોટું કૌભાંડ કરતા હતા જે છોટાઉદેપુર એસોજી મેવાડા સાહેબે ઝડપી પડ્યા હતા.

એસ.ઓ.જી પોલીસ બોડેલી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંબર વગરની ઇનોવા કાર ઉપર શંકા જતા અટકાવી તપાસ કરવામાં આવતા કાર માં બેઠેલા યુવાનો કોઇ યોગ્ય જવાબ ન આપતાં કડક હાથે તપાસ કરવામાં આવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કુલ સાત આરોપીને ત્રણ લક્ઝરી કાર સાથે 39 લાખ પચાસ હજાર ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધું આરોપીઓની જિલ્લા એસ ઓ જી એ શોધખોળ શરૂ કરી છે.