હાલોલ : નગર પાલિકાના સ્વભંડોળના કરોડો રૂપિયાના રેલમછેલ જેવા વહીવટ સામે....

◆ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે સત્તાધારી ભા.જ.પ.માં આફ્ટર શોક શરૂ.....

◆ હાલોલ નગર પાલિકાના સ્વભંડોળના કરોડો રૂપિયાના રેલમછેલ જેવા વહીવટ સામે સદસ્યોને નાણાં વસુલાતની તા.૫'સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન સુનાવણીમાં હાજર રહેવાની તાકીદ..!!

હાલોલ નગર પાલિકાના સ્વભંડોળની તિજોરી માંથી કરોડો રૂપિયાની રેલમછેલ કરતા વિકાસના કામોમાં ગેરરીતીઓ અને ભ્રષ્ટાચાર છુપાયેલા હોવાના તપાસ અહેવાલો બાદ સામાન્ય સભાઓમાં સર્વાનુમતે મંજુરમાં સામેલ પાલિકાના તમામ સદસ્યો પાસેથી ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૭૦(૧) હેઠળ હાથ ધરાયેલ નાણાં વસૂલાત માટેની કાર્યવાહી અંતર્ગત વડોદરા પ્રાદેશિક કમિશનર પ્રશસ્તિ પારિક (આઈ.એ.એસ.) દ્વારા તા.૫મી સપ્ટેમ્બરના રોજ સાંજના ૪:૦૦ કલાકે ગુગલ મીટ દ્વારા ઓનલાઈન સુનાવણીમાં પાલિકાના તમામ સદસ્યોને ખાસ હાજર રહેવાના આપવામાં આવેલા પત્રથી હાલોલ નગર પાલિકાના સત્તાધારી ભા.જ.પ.ના સદસ્યોમાં નાણાં વસૂલાતનો આકરો ભય પ્રસરી જવા પામ્યો છે કહેવાય છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે હાલોલ નગર પાલિકાના કરોડો રૂપિયાના સ્વભંડોળના ખર્ચાઓમાં જો સદસ્યો નાણાં વસુલાત માટેના હુકમો કરવામાં આવે તો હાલોલ બેઠકના સત્તાધારી ભા.જ.પ.ના રાજકીય મોરચે મહા ભૂકંપ સર્જાય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હાલોલ નગર પાલિકાના વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ના અઢી વર્ષ અને વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના બે તબક્કાઓમાં સામેલ પાલિકાના તમામ સદસ્યો સામે સ્વભંડોળની રકમ માંથી કરવામાં આવેલા કામોમાં ગેરરીતિઓનો ભ્રષ્ટાચાર છુપાયેલ હોવાના રાજ્ય સરકારના તપાસ અહેવાલ બાદ વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૭૦(૧) હેઠળ આ તમામ સદસ્યો પાસેથી નાણાં વસુલ કેમ કરવા નહિ? ની આકરી નોટીસો પાઠવવામાં આવી હતી. એમાં લગભગ અંતિમ જેવી વધુ ઓનલાઈન સુનાવણી આગામી તા.૫મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. જો કે નાણાં વસુલાતની નોટીસના આરોપમાં સામેલ પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ સમેત ૩ મહિલા સદસ્યો અમેરીકા ગયા છે જ્યારે એક મહિલા સદસ્ય નૂરઝહાં બાગવાલાનું અવસાન થઈ ગયું છે.!!