મનપા દ્વારા જિલ્લા બે વર્ષમાં 650 થી વધુ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરાય
સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જિલ્લા બે વર્ષમાં 650 થી વધુ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરાય
સુરત મહાનગરપાલિકાના સંબંધિત સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા ની સામાન્ય સભામાં સભ્ય એ પૂછેલા સવાલના જવાબમાં કમિશનરે જાણકારી આપી હતી કે પાલિકાના દરેક ઝોન મા ગેરકાયદેસર કરવામાં આવેલા બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગેરકાયદેસર બાંધકામના ડીમોલેશન માટે પાલિકાના કર્મચારીઓ ઉપરાંત ખાનગી એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે ડિમોલેશનની કામગીરી મોટી હોય તેવા સંજોગોમાં પાલિકા ખાનગી એજન્સીઓ પાસેથી મદદ લે છે
ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેનો ખર્ચ જે તે મિલકતદાર પાસેથી વસૂલવામાં આવે છે ગેરકાયદેસર બાંધકામના ડિમોલેશન પેટે પાલિકાએ ₹1.63 કરોડનો ખર્ચ વસૂલ કર્યો છે.
ડેમોનેશનની કામગીરીમાં ખાનગી એજન્સીઓની મદદ લેવામાં આવી હોય તેવા તેવા સમયમાં પાલિકા દ્વારા રૂપિયા ૪૭ લાખ એજન્સીને ચૂકવવામાં આવ્યા છે.
પાલિકા દ્વારા 654 જેટલા ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન કરવામાં આવ્યું છે 409 બાંધકામ દૂર કરવા માટે ખાનગી એજન્સીની મદદથી લેવામાં આવી છે. જયારે 245 બાંધકામ પાલિકા દ્વારા ખાતાકીય ધોરણે કરવામાં આવ્યા છે
જયારે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી સમયે પોલીસ નો બંદોબસ્ત પણ રાખવામાં આવે છે