ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એન. આર.
બ્રહ્મભટ્ટ તથા પો.સ.ઇ. વી. એન. ભરવાડ ની ટીમ, મિલકત સબંધી ગુન્હાઓ શોધી
કાઢવા તેમજ અપહરણ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ
શોધવા કાર્યરત હતા.
આ કાર્યવાહી દરમ્યાન મળેલ બાતમી મુજબ આરોપી વિજય સ/ઓ
ચન્દ્રકાંતભાઈ દંતાણી ઉ.વ.૨૩ રહે. મ.નં.૬૪, જયઅંબેનગર, અંજલી ચાર રસ્તા પાસે,
વાસણા અમદાવાદ શહેરને પાલડી એન. આઈ. ડી. ચાર રસ્તા પાસેથી તા. ૩૧/૦૮/
૨૨ ના કલાક ૧૫/૦૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી એક
તુટેલી સોનાની ચેઈન કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા ઓટો રીક્ષા કિ.રૂ. ૭૦,૦૦૦/- મળી
કુલ કિ.રૂ. ૧,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે
કરવામાં આવેલ છે.
આરોપીએ આજથી આશરે દશેક દિવસ પહેલા ઓટો રીક્ષામાં એક બહેનને
આનંદનગર વિસ્તારમાંથી બેસાડી વેજલપુર લઈ જતી વખતી આનંદનગર વિસ્તારમા એક
અવાવરૂ જગ્યાએ પહોંચતા તકનો લાભ લઈ બેનની આંખમા મરચાની ભુકી નાખી ગળામાં
પહેરેલ સોનાનો દોરો ખેંચી લઈ બેનને નીચે ઉતારી ભાગી ગયેલ હતો.
શોધાયેલ ગુન્હો
આનંદનગર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૧૨૨૦૨૭૯/૨૦૨૨ ધી
ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)૩