Truecaller એ iOS ડિવાઇસ માટે એક નવી એપ લોન્ચ કરી છે. સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો ટ્રકરનો ઉપયોગ કરે છે. આ કોલર આઈડી અને સ્પામ ડિટેક્શન સર્વિસ પ્રોવાઈડર એપ છે. નવી એપમાં યુઝર્સને ઈન્ટરફેસ અપગ્રેડ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી એપ જૂના વર્ઝનની સરખામણીમાં 10 ગણી ઝડપથી સ્પામની માહિતી આપશે. નવા વર્ઝનમાં યુઝર્સને ઝડપથી સ્પામ, સ્કેમ અને બિઝનેસ કોલની ઓળખ મળશે. iOS માટે લોન્ચ કરાયેલી નવી એપ સાઈઝમાં નાની છે અને ઝડપથી કામ કરશે. કસ્ટમરના iPhone પર પણ એપ વધુ ઝડપે કામ કરશે.
જૂના iPhone પર પણ કામ કરશે
કંપનીએ કેટલાક નવા ફીચર્સ પણ હાઇલાઇટ કર્યા છે, જે એપ પર જલ્દી આવી રહી છે. iPhone યુઝર્સ એપ સ્ટોર પરથી એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી એપ 'બેટર' વર્ઝન છે. આમાં યુઝર્સને પાછલા વર્ઝન કરતાં 10 ગણી ઝડપથી માહિતી મળશે. આ એપ સાઇઝમાં નાની અને વધુ અસરકારક છે. કંપનીના જણાવ્યા અનુસાર, એપ iPhone 6s પર ઝડપથી કામ કરશે. યુઝર્સને તેમાં વધુ સારું ઇન્ટરફેસ મળશે.
નવો એક્સપિરિયન્સ મળશે
નંબર સર્ચ કરવા પર યુઝર્સને એક નવો વ્યુ મળશે. આ સિવાય નવા વર્ઝનમાં અન્ય ઘણી ખાસ સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. Truecaller એ નવા ફીચર્સ હાઇલાઇટ કર્યા છે, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ ફીચર્સ જલ્દી જ રોલઆઉટ થઈ શકે છે.
નવા ફિચર્સ
કંપની SMS ફિલ્ટરિંગ પર પણ કામ કરી રહી છે, જેનાથી મોટો ફરક પડી શકે છે. આગામી અપડેટમાં યુઝર્સને સ્પામ સર્ચ અને ગ્રુપને લગતી સર્વિસ મળશે. આની મદદથી યુઝર્સ માટે અજાણ્યા નંબરો સર્ચ કરવાનું સરળ બનશે. કંપનીના જણાવ્યા અનુસાર આગામી અપડેટમાં સ્પામ કોલ ઓટોમેટીક બ્લોક થઈ જશે. જો કે, આ ફીચર ટોપ સ્પામર્સ પર કામ કરશે. એટલે કે, જે નંબરો પર સૌથી વધુ સ્પામ રિપોર્ટ્સ થયા છે, કંપની તેને ઓટોમેટિક બ્લોક કરી દેશે.