પુજ્ય મોરારિબાપુ નાં હસ્તે તલગાજરડા ગામે વૃક્ષારોપણ
સમગ્ર વિશ્વના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને તેથી દુનિયા ચિંતીત છે. ગ્લોબલ વોર્મિંગ ની સ્થિતિ ભયજનક બની રહી છે. આ પરિસ્થિતિમાં સતત નવા વૃક્ષો વાવવા અને જે છે તેની યોગ્ય જાળવણી કરવી એને તાપમાનને ઘટાડવાની દિશામાં બહુ જ મહત્વનું પગલું ગણી શકાય. આવા વૈશ્વિક સંદર્ભને ધ્યાનમાં રાખી અને કથળતી જતી વૈશ્વિક પર્યાવરણીય પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મોરારીબાપુએ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ તથા શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા સમગ્ર તલગાજરડા ગામ માં 1,600 જેટલા વૃક્ષોનું વાવેતર આજના પવિત્ર દિવસે કરેલ છે. વૈશ્વિક પર્યાવરણની જાળવણી માટે આ એક મહત્વનું કદમ બની રહેશે. આ પ્રસંગે તલગાજરડા ગામના સરપંચ, પંચાયતના સભ્યો, નાગરિકો અને સદભાવના વૃદ્ધાશ્રમ -રાજકોટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.