ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કેડી પર આગળ વધીને છેવાડાના માનવીના જીવનમાં સુખનો સૂર્યોદય કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ અવસરે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાયના ચેક તેમજ કિટનું વિતરણ કર્યું.