"ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબના આદેશ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિંહ સાહેબ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે જે ચૌધરી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામા આગામી તહેવારો અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતીથી સામાન્ય માણસ તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર જીલ્લામા મારા મારી કરતા તથા અગાઉ ગંભીર ગુન્હાઓ આચરનાર તેમજ ગેરકાયદેસર દારૂનુ દુષણ સમાજમા ફેલાવનાર ઇસમો વિરૂધ્ધ " હદપાર / તડીપાર " મુજબ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય , વંડા પોલીસ સ્ટેશન જીલ્લો અમરેલી 1/1 તા .૩૧ / ૦૮ / ૨૦૨૨ જે અનુસંધાને વંડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ . શ્રી પી.વી.પલાસ નાઓએ આવી પ્રવૃતી કરતા ઇસમોની હદપાર / તડીપારની પ્રપોઝલ તૈયાર કરાવી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલી નાઓ મારફતે મે..સબ ડીવીઝનલ મેજી , સાહેબશ્રી સાવરકુંડલા નાઓને મોકલી આપેલ જે આધારે મે..સબ ડીવીઝનલ મેજી . સાહેબે વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ગેરકાયદેસર દારૂનુ દુષણ સમાજમા ફેલાવનાર અને દારૂ વેચાણની પ્રવૃતી સદંતર શરૂ રાખનાર ઇસમ કમલેશભાઇ દુલાભાઇ પરમાર રહે.વંડા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળા વિરૂધ્ધ સાબીત થયેલ ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ તેને અમરેલી , ભાવનગર તથા બોટાદ જીલ્લામાંથી હદપાર કરવા હુકમ કરતા જે આજરોજ પોલીસ સબ ઇન્સ . શ્રી પી.વી.પલાસ સાહેબ તથા વંડા પોલીસ સ્ટાફના માણસોએ આ ઇસમને પકડી પાડી હુકમની બજવણી કરી હે.સબ ડીવીઝનલ મેજી . સાહેબશ્રી સાવરકુંડલા નાઓના હુકમ મુજબ ૦૨ વર્ષ માટે હદપાર કરી તેના જણાવ્યા મુજબ આટકોટ જી.રાજકોટ ખાતે હદપાર રહેવા સારૂ પોલીસ પાર્ટી સાથે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं