ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી શાળામાં બંદૂક લઈને આવ્યો હતો.
પ્રયાગરાજ, ધામપુરનો રહેવાસી 15 વર્ષીય કિશોર અબ્દાલપુર ખાસ શાળામાં ધોરણ 10નો વિદ્યાર્થી છે તેના પર આરોપ છે કે સોમવારે ક્લાસ દરમિયાન એક શિક્ષકે તેને કોઈ વાત માટે ઠપકો આપ્યો હતો. તેને કૂકડો બનવા માટે પણ કહેવામાં આવ્યું હતું, તે તેને લાગી આવતા બીજે દિવસે શાળામાં તે બંદૂક લઈને આવી ગયો સાથે ભણતા વિદ્યાર્થીઓએ બંદૂક જોતા ચકચાર મચી ગયો હતો, શિક્ષક અને શાળાના આચાર્યને જાણ થતાં પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસે વિદ્યાર્થી અને તેના એક મિત્રને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી છોકરાએ આ બંદૂક અન્ય છોકરા પાસેથી ખરીદી હતી, પોલીસે બંને યુવકોને કસ્ટડીમાં લીધા છે અને બંને વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.