મહિલાઓ દર મહિને પિરીયડ્સમાં થતી હોય છે. પિરીયડ્સમાં મહિલાઓને અનેક ઘણી સમસ્યાઓને સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં બ્લડિંગ થવાને કારણે અનેક મહિલાઓને શરીરમાં નબળાઇ આવી જતી હોય છે. આ સમયે મહિલાઓએ એમના ડાયટમાં વિટામીન્સ, કેલ્શિયમ અને મિનરલ્સ જેવી વસ્તુઓને એડ કરવી જોઇએ. કેટલાક સુપરફુડ્સ ખાવાથી મહિલાઓને આ સમયે થતા દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. તો જાણી લો આ વિશે તમે પણ…
દૂધ અને ઓરેન્જ જ્યૂસ
પિરીયડ્સના કારણે મહિલાઓના શરીરમાં વિટામીન ડી અને કેલ્શિયમની ઉણપ થઇ જાય છે. કેલ્શિયમ અને વિટામીન ડીની ઉણપને પૂરી કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે ડાયટમાં એવી વસ્તુને એડ કરો જેમાં તમને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. આ માટે તમે દિવસમાં બે વાર દૂધ પીવો. તમને જણાવી દઇએ કે દૂધ અને ઓરેન્જ જ્યૂસમાં ભરપૂર પ્રમામણમાં કેલ્શિયમ હોય છે. આમ, જો તમને બ્લડિંગ વધારે થાય છે તો તમે ઓરેન્જ જ્યૂસ પી લો.
દહીં
પિરીયડ્સ દરમિયાન તમે તમારા ડાયટમાં દહીંને એડ કરો. સંશોધન અનુસાર દહીંનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછુ થઇ જાય છે. આ સિવાય પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ સામે રાહત મળે છે. દહીંનું સેવન કરવાથી અલ્સર અને વેજાઇનલ ઇન્ફેક્શનનું જોખમ પણ ઓછુ થઇ જાય છે. આ સિવાય તમે રોજ દહીં ખાઓ છો તો તમારા હાડકાં સ્ટ્રોંગ થાય છે.
ટામેટા
ટામેટામાં વિટામીન સી હોય છે. ટામેટા મહિલાઓ માટે સુપરફુડ છે. તમને જણાવી દઇએ કે ટામેટામાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે પોષક તત્વોનું પાવરહાઉસ છે. આ પાવરહાઉસ મહિલાઓને પિરીયડ્સમાં અનેક રાહત અપાવે છે. આ માટે તમે જ્યારે પિરીયડ્સમાં થાવો ત્યારે દિવસમાં એક ટામેટું ખાવા લાગો.
સોયાબીન
દરેક મહિલાઓએ એમના ડાયટમાં સોયાબીન એડ કરવા જોઇએ. સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. આ માટે પિરીયડ્સ સમયે મહિલાઓએ અચુક સોયાબીનનું સેવન કરવુ જોઇએ. સોયાબીનમાં પ્રોટીન, આયરન, વિટામીન બી હોય છે જે પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે.