ભાજપના ગુંડાઓએ ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર લોખંડની પાઈપોથી જીવલેણ હુમલો કર્યો: ઈસુદાન ગઢવી

સી.આર.પાટીલે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ સૂચના આપી છે કે આપણા ગુંડાઓથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવો અને તેમની હત્યાઓ કરાવો: ઈસુદાન ગઢવી

નરેન્દ્ર મોદીજીને મારી વિનંતી છે કે તેઓ ગુજરાતની કાનૂન વ્યવસ્થા પર મૌન તોડે: ઈસુદાન ગઢવી

‘આપ’ નેતાઓની હત્યા કરીને ગુજરાતમાં અશાંતિનો માહોલ ઉભો થાય તેવું ભાજપ ઈચ્છી રહી છે: ઈસુદાન ગઢવી

મનોજભાઇની હત્યાનો પ્લાન હતો. ભાજપે ચૂંટણી પહેલા બીજા નેતાઓની હત્યાનો પણ પ્લાન ઘડયો છે: ઈસુદાન ગઢવી

ભાજપે અને સી.આર.પાટીલે આવનારી ચૂંટણીને લોહિયાળ બનાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે: ઈસુદાન ગઢવી

સી.આર. પાટીલ સુપર સીએમ બનીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને નચાવે છે: ઈસુદાન ગઢવી

ભાજપ જાણે છે કે મનોજભાઈ સોરઠીયા અત્યારે ગુજરાત સંગઠનમાં એક મહત્વપૂર્ણ રોલ નિભાવી રહ્યા છે, એટલા માટે તેમના પાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો: ઈસુદાન ગઢવી

ભાજપના ગુંડાઓના હુમલામાં મનોજભાઈ ગંભીર રીતે ઘાયલ થયા: ઈસુદાન ગઢવી

છેલ્લા એક મહિનામાં ‘આપ’ના નેતાઓ પર ભાજપના ગુંડાઓ દ્વારા આઠ વખત હુમલા થયા છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીને રોકવા માટે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા થઇ રહ્યા છે: ઈસુદાન ગઢવી

સુરતમાં જે 27 કોર્પોરેટરો મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા એનો શ્રેય મનોજભાઈ સોરઠીયાને જાય છે: ઈસુદાન ગઢવી

મનોજ સોરઠીયા ગણેશજીના પંડાલની મુલાકાત લેવા ગયા હતા અને એ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ એકદમ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે: ઈસુદાન ગઢવી

સી.આર.પાટીલે ગુંડાઓની ફોજ બનાવી છે: ઈસુદાન ગઢવી

ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શાસન ચલાવવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગાંધી અને સરદારનું ગુજરાત હંમેશા એક શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે, ગુજરાતમાં ક્યારેય પણ હિંસાને સ્થાન મળ્યું નથી: ઈસુદાન ગઢવી

મનોજ સોરઠીયા ગુજરાતની જનતાનો અવાજ છે: ઈસુદાન ગઢવી

આ હુમલો મનોજ સોરઠીયા પર કે આમ આદમી પાર્ટી પર નથી થયો પરંતુ આ હુમલો ગુજરાતની જનતા પર ગુજરાતની અસ્મિતા પર અને ગુજરાતની શાંતિ પર થયો છે: ઈસુદાન ગઢવી

ગુજરાતની જનતાથી અપીલ છે કે ભલે તમે રસ્તા ઉપર ન આવી શકો પણ સોશિયલ મીડિયા પર આવો અને ભાજપની નીતિને વખોડો: ઈસુદાન ગઢવી

ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધની માનસિકતા રાખનાર સી.આર.પાટીલને ગુજરાતની જનતા ચૂંટણીમાં જવાબ આપશે: ઈસુદાન ગઢવી

સી.આર. પાટીલને ગુજરાતી લોકો ગમતા નથી અને એટલા માટે જ એ વારંવાર ગુજરાતી વિરુદ્ધ નિવેદનો કરી ચૂક્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં ભાજપના લોકો પણ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની નીતિઓથી પરેશાન છે: ઈસુદાન ગઢવી

ભાજપ પણ એવા જ લોકોને ટિકિટ આપે છે કે જેના પર વધારે ગુનાહ નોંધાયા હોય: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક અતિ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને સંબોધતા જણાવ્યું કે સુરતમાં ‘આપકા રાજા’ કરીને અમે જે ભગવાન ગણેશના પંડાલનું આયોજન કર્યું હતું તેનું નિરીક્ષણ કરવા માટે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા ગયા હતા. આ દરમિયાન ભાજપના ગુંડાઓએ મનોજ સોરઠીયા પર લોખંડની પાઈપોથી જીવલેણ હુમલો કર્યો હતો. મનોજભાઈ કંઈ સમજી શકે પહેલા અચાનક તેમના પર આ હુમલો કરવામાં આવ્યો અને મનોજભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ હુમલા થી ફરી એકવાર સાબિત થાય છે કે ભાજપ લુખ્ખા લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. છેલ્લા એક મહિનામાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉપર ભાજપના ગુંડાઓ દ્વારા આઠ વખત હુમલા થયા છે. વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુજરાત હંમેશા એક શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે, ગુજરાતમાં ક્યારેય પણ હિંસાને સ્થાન મળ્યું નથી. આ ગાંધી અને સરદારની ભૂમિ છે અહીંયા હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે ક્યારેય પણ હિંસા ન કરી શકીએ પરંતુ ભાજપના નેતાઓને એ ડર છે કે તેમના કરોડો રૂપિયાના કૌભાંડો ખુલ્લા ન પડી જાય એટલા માટે આમ આદમી પાર્ટીને રોકવા માટે તેઓ વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા કરી રહ્યા છે.

મને એક માહિતી મળી છે કે, સી.આર.પાટીલે ગુંડાઓની ફોજ બનાવી છે, તેમણે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ સૂચના આપી છે કે આપણા ગુંડાઓથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવવો અને તેમની હત્યાઓ કરાવો અને આ હુમલાઓથી આ વાત સાબિત થાય છે. આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને તે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા બાકી આ હત્યાનો જ પ્લાન હતો. મનોજભાઈ સોરઠીયાએ 2013થી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઊભી કરી છે. મનોજભાઈએ દિવસ રાત મહેનત કરીને ગુજરાતમાં સંગઠન ઊભું કર્યું છે. સુરતમાં જે 27 કોર્પોરેટરો મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા એનો શ્રેય પણ મનોજભાઈ સોરઠીયાને જાય છે. અને એટલા માટે જ ભાજપ જાણે છે કે મનોજભાઈ સોરઠીયા અત્યારે ગુજરાત સંગઠનમાં એક મહત્વપૂર્ણ રોલ નિભાવી રહ્યા છે. એટલા માટે તેમની હત્યા કરીને અને પાર્ટીના બીજા નેતાઓની હત્યા કરીને ગુજરાતમાં અશાંતિનો માહોલ ઉભો થાય તેવું ભાજપ ઈચ્છી રહી છે. ભાજપ વર્ષોથી આ કામ કરી રહ્યું છે.

જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં ચૂંટણીઓમાં હત્યાઓ થતી હોય છે, અહીંયા પણ સિલસિલા બંધ હત્યાઓ થઈ છે. સી.આર. પાટીલના ગુંડાઓએ હત્યા કરી છે કારણ કે સી.આર. પાટીલે તેમને પૂરી છૂટ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શાસન ચલાવવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા છે. આજે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા એકદમ પડી ભાંગી છે, 8 પાસ ગૃહ મંત્રી પાસેથી શું અપેક્ષા રાખી શકાય? તેઓ ડીજીપીને શું સૂચના આપી શકે? એટલા માટે સંપૂર્ણ કબજો સી.આર. પાટીલે કરી લીધો છે. તેમણે બેંકો ઉઠાવી દીધી, બુટલેગરી કરી અને આવા માણસને ગુજરાત સોંપી દીધું છે તો હિંસા સિવાય બીજું શું મળે? થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો હતો પરંતુ તેની કોઈ તપાસ કરવામાં આવી નહીં. એટલા માટે હું ઈચ્છું છું કે સી.આર. પાટીલ વિરુદ્ધ તપાસ કરવામાં આવે અને ખાસ કરીને તેમના મોબાઈલને ચેક કરવામાં આવે અને એ જાણકારી નીકાળવામાં આવે કે એમણે કોને સૂચના આપી હતી હુમલાઓ અને હત્યાઓ કરવાની. સાથે સાથે મારી એ પણ માંગણી છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે કારણ કે તેઓ ગુજરાતમાં શાસન ચલાવવા માટે જરા પણ સક્ષમ નથી.

મનોજ સોરઠીયા ગણેશજીના પંડાલની મુલાકાત લેવા ગયા હતા અને એ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ એકદમ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે. સી.આર. પાટીલને ગુજરાતી લોકો ગમતા નથી અને એટલા માટે જ એ વારંવાર ગુજરાતી વિરુદ્ધ નિવેદનો કરી ચૂક્યા છે. સી.આર. પાટીલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે એની સાબિતી એ છે કે થોડા દિવસ પહેલા નવસારીમાં એક મંદિર તોડવામાં આવી રહ્યું હતું અને એ મંદિર બચાવવા માટે જે માતા બહેનો કોશિશ કરી રહ્યા હતા તેમને ઢોર મારવામાં આવ્યો હતો. આ રીતે સી.આર. પાટીલ સુપર સીએમ બનીને મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને નચાવે છે અને ભાજપે અને સી.આર.પાટીલે આવનારી ચૂંટણીને લોહિયાળ બનાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.

સી.આર. પાટીલના ગુંડાઓ વારંવાર હુમલા કરે છે તો પણ તેમને કોઈ પોલીસ અધિકારી દ્વારા પકડવામાં આવ્યા નથી અને સજા અપાવવામાં આવી નથી. હું સુરત પોલીસ કમિશનર અને ડીજીપી સામે પણ સવાલ ઉઠાવુ છું અને કહું છું કે જો તમે આ ઘટનામાં સામેલ હુમલાખોરો વિરુદ્ધ યોગ્ય તપાસ અને પગલાં ન લઈ શકો અને જો કાનૂન વ્યવસ્થા ન સંભાળી શકો તો તમે પણ રાજીનામો આપી દો. તમે ટેક્સના પૈસા અમારી પાસેથી લો છો અને અમારા પૈસેથી મોટા મોટા બંગલામાં રહો છો પણ આજીજી અને તાળીઓ એ લોકો માટે પાડો છો.

આમ આદમી પાર્ટી દ્વારા જે આપકા રાજા કરીને ગણેશ મહોત્સવ ઉજવવાનું જે આયોજન કર્યું હતું તે ન થાય એ માટે સીઆર પાટીલે ષડયંત્ર રચ્યું હતું. દેશ-વિદેશમાં ગરબા ગુજરાતીઓની ઓળખ બની ગયા છે પણ સી.આર. પાટીલે ગરબાના પાસ ઉપર પણ 18% જીએસટી નખાવ્યો છે. અને ભાજપના નમાલા નેતાઓ તાળીઓ પાડીને આને વધાવી રહ્યા છે. આવા નેતાઓથી ગુજરાતની જનતાએ ચેતવાની જરૂર છે. હું સ્પષ્ટપણે માનું છું કે મનોજ સોરઠીયા ગુજરાતની જનતાનો અવાજ છે. અને એટલા માટે જ આ હુમલો મનોજ સોરઠીયા પર કે આમ આદમી પાર્ટી પર નથી થયો પરંતુ આ હુમલો ગુજરાતની જનતા પર ગુજરાતની અસ્મિતા પર અને ગુજરાતની શાંતિ પર થયો છે. આ હુમલો કરનાર સીઆર પટેલ અને એમની ગેંગ છે.

મને ભાજપના ઘણા નેતાઓએ જણાવ્યું છે કે સી.આર. પાટીલે ગુંડાઓની ફોજ ઉતારી છે જે તમારા પર અને ગોપાલ ઇટાલીયા પર પણ હુમલા કરી શકે છે. તમને મરાવવાનું કાવતરું પણ હોઈ શકે છે. ગુજરાતમાં ભાજપના લોકો પણ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની નીતિઓથી પરેશાન છે. એટલા માટે હું કહું છું કે આ ગુજરાતની જનતા પર અને ગુજરાતની અસ્મિતા પર હુમલો થયો છે અને આજે મનોજ સોરઠીયા ઉપર હુમલો થયો છે કાલે તમે વિરોધ કરશો તો તમારી ઉપર હુમલો થશે. ભાજપ અત્યારે ભાજપ આમ આદમી પાર્ટીના નાના નાના કાર્યક્રમ કરવા માટે પણ મંજૂરી નથી આપી રહી. જો તમે 27 વર્ષમાં વિકાસ કર્યો હોય અને તમારામાં તાકાત હોય વિકાસના નામે મત માગવાનો તો હિંસા શું કામ કરો છો? તો આમ આદમી પાર્ટીના કામમાં રોડા શું કામ નાખો છો? મારે ગુજરાતની જનતાથી વિનંતી છે કે તમે તેમના ઉપર વિડીયો બનાવો કે સી.આર.પાટીલ બીજા રાજ્યમાંથી આવીને ગુજરાતીઓ ઉપર રાજ કરવા માંગે છે. અને ગુજરાતીઓની હત્યા કરવા માંગે છે તથા બેસામપણે હિંસક પ્રવૃત્તિ કરે છે. હું પ્રધાનમંત્રી ને અપીલ કરીશ કે ટ્વિટ કરે, કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી ચાલી રહી. ભલે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી છે પરંતુ જો એ લઠ્ઠાકાંડની જેમ મૌન રહ્યા તો એ સાખી નહી લેવાય.

ભાજપએ ષડયંત્ર કર્યું કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ અને આમ આદમી પાર્ટીની સરકાર ન બનવાનો મતલબ છે કે શિક્ષણ સારું ન થઈ શકે, દવાખાનાઓ ન બની શકે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ન બની શકે, એક એક ગરીબને ત્રણસો યુનિટ મફત વીજળી મળવાની છે તે ન મળી શકે એ માટેનું ષડયંત્ર ભાજપે પ્લાન કર્યું છે. આ હુમલો આમ આદમી પાર્ટી કરતા વધારે આમ જનતા ઉપર હુમલો છે. ભાજપને મોટા ઉદ્યોગપતિઓનું બેફામ ફંડ મળી રહ્યું છે અને એટલા માટે અત્યારે ભાજપ બેફામપણે ખર્ચા કરી રહ્યું છે, છતાં પણ આમ જનતા છે જે ભાજપની રેલીઓમાં જોવા નથી મળી રહી. મારી ગુજરાતની જનતાથી અપીલ છે કે ભલે તમે રસ્તા ઉપર ન આવી શકો પણ સોશિયલ મીડિયા પર આવો અને ભાજપની નીતિને વખોડો, વિપક્ષને પણ આ વિનંતી છે કે તમે પણ આ હુમલાને વખોડો, નરેન્દ્ર મોદીજીથી મારી વિનંતી છે કે તેઓ ગુજરાતની કાનૂન વ્યવસ્થા પર મૌન તોડે.

આ હુમલો એક એક ગુજરાતી ઉપર છે જે સી.આર.પાટીલે કરાવેલો છે. આ હુમલાનો જવાબ આપણે ચૂંટણીમાં આપવાનો છે. સી.આર.પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતની જનતાની શું તાકાત છે. સી.આર.પાટીલને ખબર પડવી જોઈએ કે ગુજરાતી ઉપર કે ગુજરાતની સંસ્કૃતિ ઉપર જે અસાધ્ય ફેલાવવાનું ષડયંત્ર તેમણે કર્યું છે તેનો જવાબ ગુજરાતની જનતા ચૂંટણીમાં આપશે.

ગતરોજ અરવિંદ કેજરીવાલજીનો મને ફોન આવ્યો અને એમણે પૂછ્યું કે આ શું થઇ રહ્યું છે? ગુજરાતની કાયદા વ્યવસ્થાને શું થયું છે? મેં તેમણે કહ્યું કે સી.આર.પાટીલે નવા નિશાળિયા બેસાડી દીધા છે, એમણે સરકાર ચલાવતા જ નથી આવડતી. સી.આર.પાટીલ કહે એટલું તો CM પાણી પીવે છે. સી.આર.પાટીલ ગુજરાતી વિરોધી માનસિકતા ધરાવે છે. ગૃહમંત્રી અને ગૃહ વિભાગમાં ડીજીપી અને સીપી પણ પપેટ ની જેમ નાચ કરે છે. કાયદાઓનો અમલ કરવાની જગ્યાએ તે ભાજપના સી.આર.પાટીલના ઈશારે નાચ કરે છે. એ ગુજરાતની જનતાનું અપમાન છે અને ગુજરાતની જનતા ચૂંટણીમાં તેનો જવાબ આપશે.

ઇસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, મનોજભાઇની હત્યાનો પ્લાન હતો. ભાજપે ચૂંટણી પહેલા બીજા નેતાઓની હત્યાનો પણ પ્લાન ઘડ્યો છે. આમ આદમી પાર્ટીના લોકો સામાન્ય જનતા સુધી ન પહોંચે એવું ભાજપ ઇચ્છે છે. ગુજરાતની જનતાને મારે કહેવું છે કે આ એક થવાનો સમય છે. સી.આર.પાટિલના ભૂતકાળ પર સૌએ ધ્યાન ધરવું જોઇએ. સી.આર.પાટિલ પર 107 કેસ થયા છે. ભાજપ પણ એવા જ લોકોને ટિકિટ આપે છે કે જેમનાં પર વધારે ગુનાહ નોંધાયા હોય. મનોજ સોરઠીયા પર થયેલા હુમલાને સી.આર.પાટિલે કે સી.એમ એ વખોડ્યો નથી, એનો અર્થ એ થાય છે એમને આ વિષયની ગંભીરતા નથી. ખાનગી સુત્રોએ અમને જણાવ્યું છે કે, મને અને ગોપાલભાઇને પણ મારી નાખવાનું કાવતરું ઘડાયું છે. આવા હિંસક વાતાવરણને જોઇને શુભેચ્છકો અમને જાહેરમાં જવાનું પણ ના કહે છે. અહીંયા ગૃહમંત્રી હરેન પંડ્યાની પણ હત્યા થઈ ચૂકી છે અને આજ સુધી હરેન પંડ્યાનો સાચો ગુનેગાર પકડાયો નથી એટલે અહીંયા સૌ સમજી શકે છે કે ગુજરાતમાં બેફામપણે હત્યાઓ થઈ છે અને આમ આદમી પાર્ટી જનતા સુધી ન પહોંચી શકે તે માટે ભાજપ ષડયંત્રો રચી રહી છે. ગુજરાતની જનતાએ જાગવાનો સમય આવી ગયો છે.